________________
१३६
गोशालकस्याऽऽगामिभवाः ।
तु अन्य एव परीषहसहनसमर्थं तच्छरीरं ज्ञात्वा अधिष्ठाय स्थितोऽस्मि, एवं च भगवत्तिरस्कारं असहमानौ सुनक्षत्रसर्वानुभूती अनगारौ मध्ये उत्तरं कुर्वाणौ तेन तेजोलेश्यया दग्धौ स्वर्गं गतौ, ततो भगवतोक्तं भो गोशाल ! स एव त्वं
-
नायो । मुधा किं आत्मानं गोपायसि ? न ह्येवं आत्मा गोपायितुं शक्यः । कश्चिच्चौर आरक्षकैर्दृष्टोऽङ्गुल्या तृणेन वा आत्मानमाच्छादयति स किं आच्छादितो भवति ? एवं च प्रभुणा यथास्थितेऽभिहिते स दुरात्मा भगवदुपरि तेजोलेश्यां मुमोच सा च भगवन्तं त्रिः प्रदक्षिणीकृत्य गोशालकशरीरं प्रविष्टा, तया च दग्धशरीरो विविधां वेदनां अनुभूय सप्तमरात्रौ मृतः । भगवानपि तस्यास्तापेन षण्मासीं यावल्लोहितवर्चोबाधामनुभूतवान् ।'
कलिकालसर्वज्ञश्रीहेमचन्द्रसूरिरचित श्रीत्रिषष्टिशलाकापुरुषचरितमहाकाव्यस्य दशमपर्वणोऽष्टमसर्गे गोशालकस्याऽऽगामिभवा एवं वर्णिता:-' पप्रच्छ गौतमोऽथैवं काले च्युत्वा तु सोऽच्युतात् । स्वामिन्नुत्पत्स्यते कुत्र कदा सिद्धिं च यास्यति ॥ ४७५ ॥ स्वाम्युवाचाऽत्रैव जम्बूद्वीपे वर्षे च भारते । भाव्युपविन्ध्यं पुंढेषु शतद्वारं महापुरम् ॥ ४७६ ॥ तत्र संमुचिभूपस्य भद्राकुक्षिभवः सुतः । गोशालजीवो भविता
મંખલીનો પુત્ર છે વગેરે. તે તારો શિષ્ય તો મરી ગયો. હું બીજો જ છું. તેના શરીરને પરીષહ સહેવા સમર્થ જાણી તેમાં અધિષ્ઠિત થયો છું.' આ પ્રમાણે ભગવાનનો તિરસ્કાર સહન ન થતા સુનક્ષત્ર સર્વાનુભૂતિ નામના સાધુઓએ વચ્ચે જવાબ આપ્યો. ગોશાળાએ તેમને તેજોલેશ્યાથી બાળી નાખ્યા. તેઓ સ્વર્ગે ગયા. પછી પ્રભુએ કહ્યું - ‘હે ગોશાળા ! તું તે જ છે, બીજો નહીં. ફોગટ શા માટે પોતાની જાતને છુપાવે છે. એ રીતે જાતને છુપાવી નથી શકાતી. જેમ કોઈ ચોરને કોટવાલો જોઈ જાય એટલે તે આંગળીથી કે ઘાસથી પોતાની જાતને છુપાવે શું તે છુપાયેલો રહે ?' એમ પ્રભુએ સાચું કહ્યું એટલે તે દુષ્ટાત્માએ પ્રભુ ઉપર તેજોલેશ્યા મૂકી. તે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને ગોશાળાના શરીરમાં પેસી ગઈ. તેનાથી તેનું શરીર બળી ગયું. સાત દિવસ વિવિધ વેદના ભોગવી સાતમી રાતે મર્યો. પ્રભુને પણ તેજોલેશ્યાના તાપથી ૬ મહિના સુધી લોહીના ઝાડા થયા.’ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ રચિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના દશમા પર્વના ૮મા સર્ગમાં ગોશાળાના આગામી ભવો આ રીતે બતાવ્યા છે ‘ગૌતમસ્વામીએ પૂછ્યું - ‘સ્વામી ! તે અચ્યુત દેવલોકમાંથી ક્યારે વ્યવશે અને ક્યારે મોક્ષે જશે.’ પ્રભુએ કહ્યું - આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિન્ધ્ય પર્વતની નજીક પુદ્ર દેશમાં શતદ્વાર નગરમાં સંમુચિ રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં ગોશાળાનો જીવ મહાપદ્મ નામે
-