________________
शिष्येण स्वहृदयेऽखण्डगुरुभक्तिभावो धर्त्तव्यः ।
११९ शिष्येण स्वहृदये गुरुर्बहुमन्तव्यः । उक्तञ्च चिरन्तनाचार्यकृतपञ्चसूत्रस्य ‘पव्वज्जापरिपालणासुत्तं'नामचतुर्थे सूत्रे- “१गुरुं च बहुमन्नइ जहोचिअं असंगपडिवत्तीए।' गुरोः कदाचिद् दोषवत्त्वे सत्यपि शिष्यस्य हृदि गुरुसेवाकारणभावो न दूष्यते । गुरोः कदाचित् प्रमादशीलत्वे सत्यपि शिष्यो गुरुभक्तौ न प्रमाद्यति । गुरोः कदाचित् कोपशीलत्वे सत्यपि शिष्यः स्वहृदयस्थगुरुसेवाकरणभावोपरि न कुप्यति । गुरुणा कदाचित् स्वगच्छात्शिष्यस्य निष्काशनेऽपि शिष्यः स्वहृदयाद्गुरुभक्तिभावं न निष्काशयति । भवाम्बुधौ मज्जतः शिष्यस्य गुरुभक्तिभाव एव तारणतरीरूपो वर्तते । ततस्तेन स सदैवाऽऽलम्बनीयः, न कदाचिदपि स दूरीकर्तव्यः । गुरुभक्तिः प्रवृत्तौ करणरूपा वर्त्तते, न तु हृदये धारणरूपा। ततोऽत्र गुरुभक्तिशब्देन गुरुभक्तिभावो ग्राह्यः ।
गुरुभक्तिस्तु सम्यक्त्वलिङ्गरूपा वर्त्तते, यत उक्तं श्रीहरिभद्रसूरिभिः प्रथमे श्रावकपञ्चाशके -
• २तत्तत्थसहहाणं सम्मत्तमसग्गहो ण एयम्मि । मिच्छत्तखओवसमा सुस्सूसाई उ होतं दढं ॥३॥ | શિષ્ય પોતાના હૃદયમાં ગુરુને ખૂબ માનવા. પંચસૂત્રના ચોથા સૂત્રમાં કહ્યું છે - શિષ્ય યથાયોગ્ય, સંગ રહિત, ભક્તિથી ગુરુને બહુ માને.” ગુરુ કદાચ દોષવાળા હોય તો પણ શિષ્યના હૃદયમાં રહેલો ગુરુસેવાનો ભાવ દૂષિત નથી થતો. ગુરુ કદાચ પ્રમાદી હોય તો પણ શિષ્ય ગુરુભક્તિમાં પ્રમાદ ન કરે. ગુરુ કદાચ ગુસ્સો કરવાના સ્વભાવવાળા હોય તો પણ શિષ્ય પોતાના હૃદયમાં રહેલા ગુરુસેવાના ભાવ ઉપર ગુસ્સો નથી કરતો. ગુરુ કદાચ શિષ્યને પોતાના ગચ્છમાંથી કાઢી નાખે તો પણ શિષ્ય પોતાના હૃદયમાંથી ગુરુભક્તિભાવને કાઢી નથી નાખતો. ભવસાગરમાં ડૂબતા શિષ્ય માટે ગુરુભક્તિનો ભાવ જ તારનારી નૌકા છે. તેથી તેણે હંમેશા તેને પકડી રાખવો, ક્યારેય છોડવો નહીં. ગુરુભક્તિ પ્રવૃત્તિમાં કરવા રૂપ છે, હૃદયમાં ધારણ કરવા રૂપ નહીં. તેથી અહીં “ગુરુભક્તિ’ શબ્દથી ગુરુભક્તિભાવ લેવો. - ગુરુભક્તિ સમ્યક્તનું લિંગ છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પહેલા શ્રાવકપંચાશકમાં કહ્યું છે - “તત્ત્વાર્થની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. એ હોતે છતે મિથ્યાત્વનો ક્ષયોપશમ હોવાથી કદાગ્રહ ન હોય અને શુશ્રુષા વગેરે હોય છે - શુશ્રુષા, ધર્મનો રાગ, ગુરુદેવને
१. गुरुं च बहुमन्यते यथोचितं असङ्गप्रतिपत्त्या । २. तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वमसद्ग्रहः न एतस्मिन् ।
मिथ्यात्वक्षयोपशमात् शुश्रूषादयः तु भवन्ति दृढम् ॥३॥