________________
११८
शिष्यहृदये वज्ररेखातुल्या गुरुभक्तिः स्यात् । पत्रे लेखिनीकृता रेखाऽपि तथाविधप्रयोगेनाऽपास्यते । काष्ठे धातुकृता रेखाऽपि महता प्रयत्नेनाऽपास्यते । किन्तु शिलायां वज्रकृता रेखा न केनाऽपि प्रकारेण दूरीभवति । सकृत्कृतायां सा यावद्द्रव्यं तिष्ठति । द्रव्यस्थितिपरिपूर्तौ तु द्रव्यं नश्यति, परन्तु सा रेखा न नश्यति । एवं वज्ररेखा न केनापि प्रकारेणाऽपगच्छति । शिष्येण स्वहृदये गुरुसेवाकरणभावोऽपीत्थमेव स्थापनीयः । तद्धृदयस्थतद्भावो न केनाऽप्यपास्यते । कस्याञ्चिदप्यवस्थायां शिष्यहृदि वर्तमानो गुरुसेवाकरणभावो न नश्यति, न केवलं न नश्यति, किन्तु हीनतरोऽपि न जायते । गुरोः स्वस्य वा परलोकगमनेऽपि स भावस्तस्य हृदयान्न गच्छति । प्रभुवीरशिष्यसुनक्षत्रसाधोर्हृदि गुरुभक्तिभावो वज्ररेखातुल्योऽभवत् । अत एव गोशालक - कृतप्रभुपरिभवं स सोढुं नाऽशक्नोत् । ततश्च प्रभुपरिभवनिवारणार्थं तेन स्वप्राणोत्सर्गः कृत: । यदुक्तमुपदेशमालायां श्रीधर्मदासगणिभिः
‘આયરિયમત્તિો, “ મુનવ્રુત્તમરિસીરસો ।
अवि जीविअं ववसियं, न चेव गुरुपरिभवो सहिओ ॥१००॥'
આંગળીથી કરેલી રેખા સહેલાઈથી ભૂસી શકાય છે. કાગળ ઉપર પેન-પેન્સિલથી કરેલી રેખા પણ રબરથી કે બીજા પ્રયોગથી ભૂસી શકાય છે. લાકડા ઉપર ધાતુથી કરેલી રેખા ઘણી મહેનતે દૂર થાય છે. પણ શિલા ઉપર વજ્રથી કરેલી રેખા કોઈ પણ રીતે દૂર થતી નથી. એકવાર કર્યા પછી જ્યાં સુધી શિલા ટકે ત્યાં સુધી તે રેખા રહે છે. શિલાની સ્થિતિ પૂરી થતા શિલા નાશ પામે છે પણ તે રેખા નાશ નથી પામતી. આમ વજ્રની રેખા કોઈ પણ રીતે જતી નથી. શિષ્યે પોતાના આત્મામાં ગુરુસેવા કરવાનો ભાવ પણ આ જ રીતે સ્થાપવો. તેના હૃદયમાં રહેલો તે ભાવ કોઈ પણ રીતે દૂર ન થાય. ગમે તેવી અવસ્થામાં શિષ્યના હૃદયમાં રહેલો ગુરુની સેવા કરવાનો ભાવ નાશ નથી પામતો. માત્ર નાશ નથી પામતો એટલું જ નહી, પણ ઓછો ય નથી થતો. ગુરુ કે પોતે દેવલોક થાય તો પણ તે ભાવ તેના હૃદયમાંથી જતો નથી. શ્રીવીરપ્રભુના શિષ્ય સુનક્ષત્ર સાધુના હૃદયમાં ગુરુભક્તિભાવ વજ્રરેખા જેવો હતો. એથી ગોશાળાએ કરેલો પ્રભુનો પરાભવ એ સહન ન કરી શક્યા. અને તેથી પ્રભુના પરાભવનું નિવારણ કરવા તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણિ મહારાજે કહ્યું છે - ‘સુનક્ષત્રમહર્ષિ જેવો ગુરુભક્તિભાવ બીજા કોનો છે ? તેમણે પોતાનું જીવન ત્યજી દીધું, પણ ગુરુનો પરાભવ ન સહ્યો.''
છુ. આચાર્યમાિ:, સ્ય મુનક્ષત્રમષિસંદેશ ।
अपि जीवितं व्यवसितं न चैव गुरुपरिभवः सोढः ॥१००॥