________________
शिष्येण स्वबुद्धिर्गुरुमनोभावज्ञानार्थमेव प्रयोक्तव्या ।
शिष्येण स्वबुद्धिर्गुरुमनोभावज्ञानार्थमेव प्रयोक्तव्या तदनुसारेण च जीवितव्यम् । एवमेव तस्य मुक्तिर्भाविनी । गुरुमनोभावज्ञानातिरिक्तज्ञानेन न तस्य किमपि प्रयोजनम् । यदि गुरुमनोभावज्ञानाऽऽराधनाभ्यामेव तस्य सिद्धिर्भाविनी तर्हि किमर्थं सोऽन्यत्र यतेत ? शिष्येण सर्वाऽपि स्वशक्तिर्गुरुभक्त्यर्थमेवोपयोक्तव्या । श्रीधर्मदासगणिकृतोपदेशमालायां शिष्यस्वरूपमेवं प्रतिपादितम् -' १ अणुवत्तया विणीया, बहुक्खमा निच्चभत्तिमंताय । गुरुकुलवासी अमुई, धन्ना सीसा इह सुसीला ॥९७॥ श्रीसिद्धर्षिगणिकृततट्टीकायामेवं वर्णितम् 'अणुवत्तया' गाहा, अनुवर्त्तका अनुकूलवृत्तयो, विनीताः कृत्यकारिणो, बहुक्षमा नीरोषाः, नित्यं भक्तिमन्तो गुरौ सदान्तःकरणप्रतिबद्धाः चशब्दः समुच्चये, गुरुकुलवासिनः, श्रुतग्रहणार्थमाचार्यान्तरान्तिकं गताः पुनरमोचका ग्रन्थसमाप्तावपि न झटिति तं मुञ्चन्ति धन्याः पुण्यभाजः शिष्या विनेया इत्येवं सुशीला भवन्ति, स्वपरयोः समाधिजनकत्वादिति ॥९७॥'
तदिदमत्रोपदेशसर्वस्वम् - स एव शिष्यो भवति यो गुर्विङ्गिताऽऽकाराभ्यां गुरुमनोभावं ज्ञात्वा कार्ये प्रवर्तते । गुरुवचनानुसारेण कार्यप्रवर्त्तकस्तु भृत्यो भवति, न तु शिष्यः ।
११६
શિષ્યે પોતાની બુદ્ધિનો ઉપયોગ ગુરુના મનના ભાવો જાણવા જ કરવો અને તેના અનુસારે જીવવું. એ રીતે કરવાથી જ એનો મોક્ષ થશે. ગુરુના મનના ભાવ જાણવા સિવાય બીજું જાણવાની તેને કોઈ જરૂર નથી. જો ગુરુના મનના ભાવને જાણવાથી અને તે મુજબ આરાધના કરવાથી શિષ્યનો મોક્ષ થતો હોય તો શા માટે તેણે બીજે યત્ન કરવો ? શિષ્યે પોતાની બધી શક્તિનો ઉપયોગ ગુરુ ભક્તિમાં જ કરવો. ઉપદેશમાળામાં અને તેની હેયોપાદેય ટીકામાં શિષ્યનું સ્વરૂપ આવું બતાવ્યું છે - ‘‘અનુવર્તક = ગુરુને અનુકૂળ રીતે વર્તનારા, વિનીત ગુરુનું કાર્ય કરનારા, બહુક્ષમા = ગુસ્સા વિનાના, નિત્ય ભક્તિમાન ગુરુ વિષે સદા હૃદયથી બંધાયેલા, ગુરુકુળવાસી = ગુરુકુળવાસમાં રહેનારા, અમોચી = ભણવા માટે અન્ય આચાર્ય પાસે ગયા પછી ગ્રંથ પૂરો થઈ જાય તો પણ તેમને તરત નહીં છોડનારા, પુણ્યશાળી શિષ્યો સુશીલ હોય છે, કેમકે તેઓ પોતાને અને બીજાને બન્નેને સમાધિ પેદા કરે છે.'
=
=
અહીં ઉપદેશનો સાર આવો છે – તે જ શિષ્ય છે જે ગુરુના ઇંગિત-આકાર ઉપરથી તેમના મનના ભાવ જાણીને કાર્ય કરે. ગુરુવચનને અનુસારે કાર્ય કરનાર તો નોકર છે, શિષ્ય નહીં.
१. अनुवर्त्तका विनीता बहुक्षमा नित्यभक्तिमन्तश्च ।
गुरुकुलवासिनः अमोचिनः धन्याः शिष्या इह सुशीलाः ॥९७॥