________________
मानसिकसेवायां कायिकवाचिकसेवयोनियतत्वम् ।
११३ यादृशी गुरुसेवा क्रियते फलमपि तेन तादृशमेव प्राप्यते । यदि शिष्यो गुरोः कायिकसेवामेव करोति, न तु वाचिकमानसिक्यौ, तायत्यां तस्य कायसेवैव भविष्यति, न कोऽपि तस्य वचनस्य पालनमिच्छाया वा पूरणं करिष्यति । यदि शिष्यो गुरोः कायिकवाचिकसेवे करोति, न तु मानसिकी, तायत्यां तस्य कायसेवा भविष्यति सर्वे च तस्य वचनस्य पालनमपि करिष्यन्ति, किन्तु न कोऽपि तस्येच्छानुसारेण वर्तिष्यते । यदि शिष्यो गुरोस्त्रिविधामपि सेवां करोति तहि भाविकाले तस्य कायसेवा भविष्यति, तस्य वचनस्य पालनं सर्वे करिष्यन्ति, सर्वं च कार्यं तस्येच्छानुसारेण भविष्यति । ननु ये केऽपि गुरोः केवलं मानसिकसेवामेव कुर्वन्ति न तु कायिक-वाचिकसेवे, आयतौ तेषां किं फलं भविष्यति ? अरे ! देवानांप्रिय ! मन्दमतिरसि, यतो मानसिकसेवायां कायिकवाचिकसेवयोनियतत्वात्, इदमुक्तं भवति - यत्र मानसिकसेवा तत्र सुतरां कायिकवाचिकसेवे स्त एव । यत्र तु कायिक-वाचिकसेवे तत्र तु मानसिकसेवा स्याद् न वा। इदं च सर्वं गुरुसेवाया आनुषङ्गिकं फलं, मुख्यफलं तु कर्मनिर्जरैव । साऽप्युत्तरोत्तरायाः सेवायाः करणे प्रभूततरा भवति । ततः प्रभूतनिर्जराकाङ्क्षिशिष्येणाऽपि गुर्विच्छाऽऽराधनायामेव प्रयतनीयम् । शिष्येण केवलं गुरोरिच्छाऽऽराधनीया, तस्य फलोदये तु सर्वेऽपि तस्येच्छाમળે. જો શિષ્ય ગુરુની માત્ર કાયિકસેવા જ કરે, પણ વાચિકમાનસિકસેવા ન કરે તો ભાવિમાં તેની કાયસેવા જ થશે, કોઈ તેના વચનનું પાલન કે ઇચ્છાની પૂર્તિ નહીં કરે. જો શિષ્ય ગુરુની કાયિકવાચિકસેવા કરે. પણ માનસિકસેવા ન કરે તો ભાવિમાં તેના શરીરની સેવા થશે, તેના વચનનું પાલન પણ થશે, પણ કોઈ તેની ઇચ્છા પ્રમાણે નહીં વર્તે. જો શિષ્ય ગુરુની ત્રણ પ્રકારની સેવા કરે તો ભાવિમાં તેની કાયસેવા થશે, તેના વચનનું પાલન બધા કરશે અને બધું કાર્ય તેની ઇચ્છા પ્રમાણે થશે.
પ્રશ્ન - જે કોઈ ગુરુની માત્ર માનસિકસેવા કરે પણ કાયિકવાચિકસેવા ન કરે ભવિષ્યમાં તેમને શું ફળ મળશે ?
જવાબ - અરે ! તમે આટલું ય જાણતા નથી કે માનસિકસેવામાં કાયિકવાચિકસેવા નિયત છે. એટલે કે જ્યાં જ્યાં માનસિકસેવા હોય ત્યાં કાયિકવાચિકસેવા હોય જ, જ્યાં કાયિકવાચિકસસેવા હોય ત્યાં માનસિક સેવા હોય કે ન પણ હોય.
આ બધું ગુરુસેવાનું આનુષંગિક ફળ છે. મુખ્યફળ તો કર્મનિર્જરા જ છે. તે પણ ઉત્તરોત્તર સેવા કરવાથી વધુ થાય છે. તેથી વધુ નિર્જરાની ઇચ્છાવાળા શિષ્ય પણ ગુરુની ઇચ્છાની આરાધના કરવામાં જ યત્ન કરવો. શિષ્ય માત્ર ગુરુની જ ઇચ્છા આરાધવાની હોય છે, જ્યારે તેનું ફળ મળશે ત્યારે તેની ઇચ્છાને બધા ય અનુસરશે.