________________
भृत्यात्शिष्यस्य विशेषः ।
१११ यावदेकाग्रमनसा गुर्विच्छाऽऽराधनं कर्तव्यम्, असाध्योऽप्युपचारः सम्पादनीयः । त एव शिष्या ये गुरवे न किञ्चिदपि कार्यं कर्तुं ददति, स्वयमेव सर्वं तत्कार्यं कुर्वन्ति । एवं शिष्यैर्गुरवे वचनोच्चारावसरोऽपि न दातव्यः, तत्पूर्वमेव गुर्विङ्गिताकारौ ज्ञात्वा तत्कार्यं करणीयम् । अतोऽप्यधिकं यदि कथ्यते तर्हि गुरवे मनसि विचारकरणावसरोऽपि न दातव्यः, तत्पूर्वमेव तत्कार्य सम्पादनीयम् ।।
स्वामिवचनश्रवणानन्तरं तु भृत्योऽपि कार्यं करोति । भृत्यः स्वामिमनोगतभावज्ञानकुशलो नास्ति । अतः स स्वामिवचनमपेक्षते । सः स्वामिवचनं नोल्लङ्घयति । स सर्वप्रयत्नेन तत्सम्पादनार्थं प्रयतते, यतस्तस्य मनसि स्वामिसकाशात् धनप्राप्तेराकाङ्क्षा वर्तते । यदि भृत्यः स्वामिवचनं न पालयति तर्हि स्वामी क्रुध्यति । ततश्च तस्मै हीनतरं धनं ददाति स्वहट्टाद्वा तस्य निष्काशनेन तस्य भृत्यत्वमपास्यति । ___ शिष्यो लोकोत्तरशासनसभ्योऽस्ति । ततस्तस्य प्रवृत्तिभृत्यप्रवृत्तेरतिशायिनी स्यात् । यदि भृत्यः स्वामिवचनश्रवणानन्तरं कार्यं करोति तर्हि शिष्येण तु गुर्विच्छाज्ञानानन्तरं कार्य कर्त्तव्यम । यदि शिष्योऽपि गरुवचनश्रवणानन्तरमेव कार्यं करोति, न त गरुमनोगतभावज्ञानार्थं प्रयतते ज्ञातेऽपि वा तस्मिन्गुरुवचनं प्रतीक्षते तहि स भृत्यतुल्यो भवति ।
ગરુની ઇચ્છાની આરાધના કરવી, અસાધ્ય ઉપચારો પણ કરવા. તેઓ જ ખરેખર શિષ્ય છે જે ગુરુને કંઈ પણ કામ કરવા ન દે, પોતે જ તેમનું બધું કાર્ય કરે. આમ શિષ્યોએ ગુરુને બોલવાનો અવસર જ ન આપવો જોઈએ. ગુરુ બોલે એ પહેલા જ એમના ઇંગિત-આકાર જાણીને તેમનું કાર્ય કરવું. હજી આગળ કહું તો ગુરુને વિચાર કરવાનો અવસર પણ ન આપવો. એ પહેલા જ એમનું કાર્ય કરવું.
માલિકનું વચન સાંભળ્યા પછી તો નોકર પણ કામ કરે છે. નોકર શેઠના મનના ભાવ નથી જાણતો. એથી એ શેઠના વચનની અપેક્ષા રાખે છે. તે શેઠનું વચન ઓળંગે નહીં. સર્વપ્રયત્નપૂર્વક તેનું પાલન કરવા પ્રયત્ન કરે છે. કેમકે તેને શેઠ પાસેથી ધન મેળવવાની ઇચ્છા છે. જો તે શેઠના વચનનું પાલન ન કરે તો શેઠ ગુસ્સે થાય, તેને પગાર ઓછો આપે કે તેને નોકરીમાંથી કાઢી નાખે.
શિષ્ય લોકોત્તર શાસનનો સભ્ય છે. તેથી તેની પ્રવૃત્તિ નોકરની પ્રવૃત્તિ કરતા ચઢીયાતી હોય. જો નોકર શેઠનું વચન સાંભળ્યા પછી કાર્ય કરતો હોય તો શિષ્ય તો ગુરુની ઇચ્છા જાણીને જ કાર્ય કરવું જોઈએ. જો શિષ્ય પણ ગુરુનું વચન સાંભળ્યા પછી જ કાર્ય કરે, ગુરુના મનના ભાવ જાણવાનો પ્રયત્ન ન કરે કે જાણવા છતાં ગુરુના