________________
गुर्विच्छाराधनमेव परमा गुरुभक्तिः ।
अपि च इङ्गिताकारानुसारेच्छाऽऽराधनकारी शिष्यो लोकेऽपि पूज्यो भवति, तदुक्तम् श्रीदशवैकालिकसूत्रस्य नवमाध्ययनस्य तृतीयोद्देशकस्य प्रथमवृत्ते श्रीशय्यंभवसूरिभिः ‘આજ઼ોયં કૃત્રિમેવ નબ્બા, નો છમારાડ્ સ પૂજ્જો ॥'
जघन्या
शिष्यो हि गुर्विच्छाऽऽराधको भवति, न केवलं गुर्वाज्ञासमाराधको भवति । गुर्विच्छाऽऽराधनैव गुरोः परमा भक्तिर्भवति । यतो गुरुभक्तिस्त्रिधा भवति मध्यमोत्कृष्टा च । तत्र जघन्या गुरुभक्तिर्गुरुसेवाकरणम्, मध्यमा गुरुभक्तिर्गुरुसन्दिष्टपरसेवाकरणम्, उत्कृष्टा गुरुभक्तिर्गुर्विच्छासमाराधनम् । आसु उत्तरोत्तरा भक्तिः पूर्वस्याः पूर्वस्या भक्तेरतिशायिनी विशिष्टतरफलदायिनी च भवति ।
११०
यथा विद्यासाधकोऽप्रमत्तो भूत्वा विद्यां साधयति, तत्कृते उपसर्गानपि सहते, निद्रामपि त्यजति, बुभुक्षां तृषां च न गणयति, विद्यासिद्धि यावदेकाग्रमनसा विद्याजापं करोति, असाध्यमुपचारं करोति, तथा शिष्येणाप्यप्रमत्तेन भूत्वा गुर्विच्छाऽऽराधनीया । तत्कृते उपसर्गा अपि सोढव्याः, निद्राऽपि त्यजनीया, बुभुक्षातृषेऽपि न गणयितव्ये, मोक्षप्रासिं
વળી ઇંગિત-આકારને અનુસારે ગુરુની ઇચ્છાની આરાધના કરનાર શિષ્ય લોકમાં પણ પૂજ્ય બને છે. દશવૈકાલિકસૂત્રના ૯મા અધ્યયનના ૩જા ઉદ્દેશાની પહેલી ગાથામાં શ્રીશષ્યભવસૂરિ મહારાજે કહ્યું છે - જે શિષ્ય ગુરુની નજર - ઇંગિતને જ જાણીને તેમની ઇચ્છાની આરાધના કરે છે તે પૂજ્ય છે.'
શિષ્ય ગુરુની ઇચ્છાનો આરાધક હોય, માત્ર ગુરુની આજ્ઞાનો આરાધક ન હોય. ગુરુની ઇચ્છાની આરાધના કરવી એ જ ગુરુની શ્રેષ્ઠ ભક્તિ છે. કેમકે ગુરુની ભક્તિ ત્રણ પ્રકારની છે - જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ગુરુની સેવા કરવી એ ગુરુની જઘન્ય ભક્તિ છે. ગુરુના કહ્યા મુજબ બીજાની સેવા કરવી એ ગુરુની મધ્યમ ભક્તિ છે. ગુરુની ઇચ્છાની આરાધના કરવી એ ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ છે. આમાં ઉત્તરોત્તર ભક્તિ પૂર્વ પૂર્વની ભક્તિ કરતા ચઢીયાતી અને ચઢીયાતા ફળ આપનારી છે.
જેમ વિદ્યાસાધક અપ્રમત્ત થઈને વિદ્યા સાધે છે. તેની માટે ઉપસર્ગોને પણ સહે છે, ઉંઘને છોડે છે, ભૂખ અને તરસને ગણકારતો નથી, વિદ્યા સિદ્ધ થાય ત્યાં સુધી એકાગ્ર મનથી વિદ્યાનો જાપ કરે છે, અસાધ્ય એવા પણ ઉપચાર કરે છે તેમ શિષ્ય અપ્રમત્ત થઈને ગુરુની ઇચ્છાની આરાધના કરવી, તેની માટે ઉપસર્ગો પણ સહેવા, ઉંઘ પણ છોડવી, ભૂખ-તરસ પણ ગણકારવી નહીં, મોક્ષ ન થાય ત્યાં સુધી એકાગ્ર મનથી
१. आलोकितं इङ्गितमेव ज्ञात्वा य: छन्द आराधयति सः पूज्यः ॥ १ ॥