________________
इङ्गिताकाराभ्यां गुर्विच्छां ज्ञात्वा गुरुभक्तिः कर्त्तव्या । अस्मिन्श्लोके ग्रन्थकृता शिष्यस्याव्यप्त्यतिव्याप्त्यसम्भवदोषरहितं लक्षणमुक्तम्, अत्रेङ्गितस्योपलक्षणेनाऽऽकारोऽपि ग्राह्यः, आकारस्तु मनोगतपिपासादिभावव्यञ्जकघटावलोकनादिरूपबादरबुद्धिगम्यचेष्टात्मकः । शिष्येण कुशलबुद्ध्या गुरोरिङ्गिताऽऽकारौ ज्ञातव्यौ । तदर्थं तेन सदाऽप्रमत्तेन गुरोरन्तिके एव स्थेयम् । शिष्येणेङ्गिताकारद्वारेण गुर्विच्छां ज्ञात्वा तथा गुरुभक्तिः कर्त्तव्या यथा गुरोर्वचनोच्चारस्याऽऽवश्यकतैव न भवेत्। एवं कृते सति गुरोः परमो विनयो भवति । यदुक्तमुत्तराध्ययनसूत्रस्य प्रथमे विनयाध्ययने ‘१ आणानिद्देसकरे गुरूणमुववायकारए । इंगियागारसंपन्ने, से विणीएत्ति वुच्चइ ॥२॥ ' श्रीशान्तिसूरिकृततट्टीकायामप्युक्तम् - 'आङति स्वस्वभावावस्थानात्मिकया मर्यादयाऽभिव्याप्त्या वा ज्ञायन्तेऽर्था अनयेत्याज्ञा भगवदभिहितागमरूपा तस्या निर्देश उत्सर्गापवादाभ्यां प्रतिपादनमाज्ञानिर्देशः, इदमित्थं विधेयमिदमित्थं वेत्येवमात्मकः तत्करणशीलस्तदनुलोमानुष्ठानो वा आज्ञानिर्देशकरः, यद्वाऽऽज्ञा सौम्य ! इदं कुरु इदं च मा कार्षीरिति गुरुवचनमेव, तस्या निर्देश इदमित्थमेव करोमि इति निश्चयाभिधानं तत्करः, आज्ञानिर्देशेन वा तरति भवाम्भोधि
१०८
-
આ શ્લોકમાં ગ્રન્થકારે શિષ્યનું અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષોથી રહિત લક્ષણ બતાવ્યું છે. અહીં ઈંગિતના ઉપલક્ષણથી આકાર પણ લઈ લેવો. મનમાં રહેલા પાણી પીવાની ઇચ્છા વગેરે ભાવોને જણાવનારી ઘડાને જોવા વગેરે રૂપ સ્થૂલ બુદ્ધિથી જાણી શકાય એવી ચેષ્ટા તે આકાર. શિષ્યે કુશળબુદ્ધિથી ગુરુના ઈંગિત-આકાર જાણવા જોઈએ. તેની માટે તેણે હંમેશા અપ્રમત્ત થઈને ગુરુની નજીકમાં રહેવું જોઈએ. શિષ્ય ગુરુના ઈંગિત - આકાર જાણીને તેવી રીતે ગુરુભક્તિ કરવી જોઈએ કે ગુરુને બોલવાની જરૂર જ ન પડે. આમ કરવાથી ગુરુનો પરમવિનય થાય છે.
ઉત્તરાધ્યયનસૂત્રના પહેલા વિનય અધ્યયનમાં કહ્યું છે - ‘ગુરુની આજ્ઞાનું પાલન કરનાર, ગુરુની નજીકમાં બેસનાર, ઇંગિત - આકારને જાણવામાં કુશળ શિષ્ય વિનીત કહેવાય છે.” શ્રીશાન્તિસૂરિ મહારાજે તેની ટીકામાં કહ્યું છે - ‘પોતપોતાના ભાવરૂપે જેનાથી પદાર્થો જણાય તે ભગવાને કહેલ આગમોરૂપ આજ્ઞા. ઉત્સર્ગ-અપવાદ વડે તેનું પ્રતિપાદન કરવું તે આજ્ઞાનો નિર્દેશ. તેનું પાલન કરે તે આજ્ઞાનિર્દેશકર. અથવા આજ્ઞા એટલે ‘હે સૌમ્ય ! આમ કર અને આમ નહીં કર' એવું ગુરુવચન. તેનો નિર્દેશ એટલે ‘એને એ રીતે જ કરું.' એવો નિશ્ચય. તે કરે તે આજ્ઞાનિર્દેશકર. અથવા આજ્ઞાના
१. आज्ञानिर्देशकरः गुरूणामुपपातकारकः ।
इङ्गिताकारसम्पन्नः सः विनीत इत्युच्यते ॥२॥