________________
गुरुबहुमान एव गुरुकृपा । मोक्षप्राप्तेरसत्त्वात् चण्डरुद्राचार्यशिष्यादीनां च गुर्वाशीरूपगुरुकृपाप्राप्त्यसत्त्वेऽपि मोक्षप्राप्तेः श्रुतत्वात् । यदि द्वितीयो विकल्पः कक्षीक्रियते तर्ह्यपर्युक्तनियमः सुष्ठु घटते । अभव्यादीनां गुर्वाशीरूपगुरुकृपाप्राप्तिसत्त्वेऽपि गुरुबहुमानरूपगुरुकृपाप्राप्तेरसत्त्वमासीत् । अतस्तेषां मुक्तिप्राप्तिरपि न जाता । चण्डरुद्राचार्यशिष्यादीनां तु गुर्वाशीरूपगुरुकृपाप्राप्त्यसत्त्वेऽपि गुरुबहुमानरूपगुरुकृपाप्राप्तेः सत्त्वमासीत्, अतस्तेषां मुक्तिप्राप्तिर्जाता । तत इदं निश्चितं भवति गुरुकृपा शिष्यहृदयवर्त्तमानगुरुबहुमानरूपा न तु गुर्वाशीरुपा । शिष्यहृद गुरुबहुमानप्रकटनार्थं गुरुणा गुणवता भवितव्यमिति नियमो नास्ति, गुरोर्दोषवत्त्वे सत्यपि यदि शिष्यस्तं देवतामिव पूजयति तर्हि तस्य हृदये गुरुबहुमानः प्रादुर्भवति । ततश्च मुक्तिरपि निश्चिता भवति । एवं स्वस्य मुक्तिप्राप्त्यर्थं शिष्येण स्वहृदये गुरुबहुमानप्र यतितव्यम् । तदर्थं च तेन गुरुः साक्षात्परमात्मतुल्यो मन्तव्यः परमात्मतुल्या च तस्य पूजा कर्त्तव्या, तत एतत्कुलकचतुर्थपञ्चमश्लोकोक्तदोषवत्त्वे सत्यपि गुरोः शिष्यैः स देवतावत्पूज्यत इति युक्तिसङ्गतमुक्तं ग्रन्थप्रणेतृभिः श्रीरत्नसिंहसूरिभिः ॥४-५॥
अवतरणिका - एवं गुरुर्देवतातुल्यं पूज्यत्वं प्रदर्श्याधुना शिष्यभृत्ययोर्भेदं दर्शयति
१०६
થતો અને ચંડરૂદ્રાચાર્યના શિષ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા ન મળી હોવા છતાં તેમનો મોક્ષ થયો એવું સંભળાય છે. જો બીજો વિકલ્પ સ્વીકારીએ તો ઉપરનો નિયમ બરાબર ઘટે. અભવ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા મળી હોવા છતાં તેમની પાસે ગુરુબહુમાનરૂપ ગુરુકૃપા ન હતી. તેથી તેમનો મોક્ષ ન થયો. ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા ન મળી હોવા છતાં તેમની પાસે ગુરુ બહુમાનરૂપ ગુરુકૃપા હતી. તેથી તેમનો મોક્ષ થયો. તેથી આ નક્કી થાય છે કે - શિષ્યના હૃદયમાં રહેલું ગુરુબહુમાન એ જ ગુરુકૃપા છે, ગુરુના આશીર્વાદ ગુરુકૃપા નથી. શિષ્યના હૃદયમાં ગુરુબહુમાન પેદા કરવા ગુરુ ગુણવાન હોવા જોઈએ એવો નિયમ નથી. ગુરુ દોષવાળા હોય તો પણ જો શિષ્ય તેમને ભગવાનની જેમ પૂજે તો તેના હૃદયમાં ગુરુબહુમાન પ્રગટે. તેથી તેની મુક્તિ પણ નક્કી થાય. આમ પોતાની મુક્તિ માટે શિષ્યે પોતાના હૃદયમાં ગુરુબહુમાન પ્રગટાવવું. તેની માટે તેણે ગુરુને સાક્ષાત્ પરમાત્મા તુલ્ય માનવા અને પરમાત્મા જેવી તેમની ભક્તિ કરવી. તેથી ગુરુ આ કુલકના આ બે શ્લોકમાં કહેલા દોષોવાળા હોવા છતાં શિષ્યો તેમને ભગવાનની જેમ પૂજે છે એમ જે ગ્રન્થકારે કહ્યું તે બરાબર છે. (૪, ૫)
અવતરણિકા - આમ ‘ગુરુ ભગવાનની જેમ પૂજ્ય છે' એમ બતાવી હવે શિષ્ય