________________
गुरुनमस्काररूपमङ्गलविषयकाक्षेपपरिहारौ ।
गुरुबहुमानसम्पादकयुक्तिज्ञानं तूपेयम् । उपायादुपेयस्य सिद्धिर्भवति । इत्थमुपायोपेयभावलक्षणसम्बन्धेनेदं ज्ञापितं भवति यत् गुरुबहुमानसम्पादकयुक्तिज्ञानरूपोपेयस्योपाय एतच्छास्त्रं भवति । ततस्तर्कानुसारिणः शिष्या एतद्ग्रन्थपठने प्रवर्त्तन्ते ।
१६
श्रीरत्नसिंहसूरयः सुविहितपरम्परायां जाताः, तत उपर्युक्तावुभौ सम्बन्धावत्र सामर्थ्येन घटेते । यतः सुविहितपरम्पराजातत्वेन तत्परम्परामूलं श्रीवर्धमानस्वामिनि विश्रा ज्ञायते । ततः प्रथमः सम्बन्धो घटते । सुविहितपरम्पराजातत्वेन तद्वचनं प्रमाणभूतं भवति । ततस्तद्वचनेन नियमेनोपेयस्य सिद्धिर्भवति । ततो द्वितीयोऽपि सम्बन्धोऽत्र घटते । इत्थं साक्षात् सामर्थ्येन चानुबन्धचतुष्टयं ग्रन्थकृता प्रथमवृत्तेन प्रतिपादितम् । ननु सर्वे ग्रन्थकारा ग्रन्थस्यादौ मङ्गलकरणार्थमिष्टदेवतानमस्कारं कुर्वन्ति । चोक्तं जीवविचारप्रकरणस्यादिमवृत्ते श्रीशान्तिसूरिभिः
-
'१ भुवणपईवं वीरं नमिऊण भणामि अबुहबोहत्थं । जीवसरूवं किंचिवि जह भणियं पुव्वसूरिहिं ॥ १ ॥ '
ઉપાય છે. ગુરુબહુમાન પેદા કરાવનારી યુક્તિઓનું જ્ઞાન મેળવવું એ ઉપેય છે. ઉપાયથી ઉપેયની સિદ્ધિ થાય છે. આમ ઉપાય-ઉપેયભાવસંબંધથી એ જણાવાય છે કે ગુરુબહુમાન પેદા કરાવનાર યુક્તિઓનું જ્ઞાન મેળવવારૂપ ઉપયનો ઉપાય આ શાસ્ત્ર છે. તેથી તર્કાનુસારી શિષ્યો આ ગ્રન્થને ભણવામાં પ્રવર્તે છે.
શ્રીરત્નસિંહસૂરિ મહારાજ સુવિહિત પરંપરામાં થયા. તેથી ઉપર કહેલા બન્ને સંબન્ધો અહીં સામર્થ્યથી ઘટે છે. કેમકે સુવિહિત પરંપરામાં થયા હોવાથી તે પરંપરાનું મૂળ શ્રીવર્ધમાનસ્વામી છે એમ જણાય છે. તેથી પહેલો સંબન્ધ ઘટે છે. સુવિહિતપરંપરામાં થયા હોવાથી તેમનું વચન પ્રમાણભૂત બને છે. તેથી તેમના વચનથી અવશ્ય ઉપેયની સિદ્ધિ થાય છે. તેથી બીજો સંબન્ધ પણ અહીં ઘટે છે.
આમ ગ્રન્થકારે પહેલા શ્લોકથી સાક્ષાત્ અને સામર્થ્યથી ચાર અનુબન્ધોનું પ્રતિપાદન કર્યું. પ્રશ્ન - બધા ગ્રન્થકારો ગ્રન્થની શરૂઆતમાં મંગળ કરવા માટે ઇષ્ટ દેવતાને નમસ્કાર કરે છે. શ્રીશાન્તિસૂરિ મહારાજે જીવવિચાર પ્રકરણના પહેલા શ્લોકમાં કહ્યું છે - ‘‘વિશ્વમાં દીપક સમાન શ્રીવીરપ્રભુને નમીને અબુધજીવોના બોધ માટે જેમ પૂર્વચાર્યોએ કહ્યું છે તેમ
१. भुवनप्रदीपं वीरं नत्वा भणामि अबुधबोधार्थम् । जीवस्वरूपं किञ्चिदपि यथा भणितं पूर्वसूरिभिः ॥१॥