________________
२०
देवसकाशाद्गुरोरधिकत्वम्। तत्त्वत्रये देवधर्मतत्त्वयोर्मध्ये गुरुतत्त्वस्य निवेशो कृतः, यतो यः प्रधानो भवति स मध्ये तिष्ठति । देवधर्मतत्त्वाभ्यां सह योजको गुरुर्भवति । तथा चोक्तं जैनेतरकबीरर्षिणा स्वरचितभाषावृत्ते - 'गुरुगोविंद दोनु खडे, किसको लागु पाय । बलिहारी गुरुदेवकी, जिने गोविंद दियो बताय ॥' अस्मिन्वृत्ते स कथयति यत् - एकदा तस्याग्रे देवो गुरुश्च समकालमेवोपस्थितौ। ततः स मनसि विमृष्टवान् - 'द्वाभ्यां कं प्रथमं प्रणमामि ?' क्षणान्तरे तस्य समाधानं मीलितं - 'गुरुरेव प्रथमं वन्दनीयः । यतस्तेनैव देवो दर्शितः । गुर्वभावे तु देवदर्शनमपि नैव स्यात् ।' इत्थमनयाऽपेक्षया गुरुरपि देवसकाशादधिकतरो भवति । यदुक्तं श्रीहरिभद्रसूरिरचितपञ्चाशकस्य श्रीअभयदेवसूरिकृतवृत्तौ प्रथमश्रावकपञ्चाशकस्य चतुर्थगाथाया विवरणे – 'तथा गुरवोधर्मोपदेशका आचार्यादयः देवाश्च-आराध्यतमा अर्हन्तो गुरुदेवास्तेषाम्, इह च गुरुपदस्य पूर्वनिपातो विवक्षया गुरूणां पूज्यतरत्वख्यापनार्थः, न हि सद्गुरूपदेशं विना सर्वविद्देवाधिगम इति भावः ।'
કોઈ નથી. માટે જ ત્રણ તત્ત્વોમાં દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની વચ્ચે ગુરુતત્ત્વ મૂક્યું છે. કેમકે જે પ્રધાન હોય તે વચ્ચમાં હોય. દેવતત્ત્વ અને ધર્મતત્ત્વ સાથે જોડનાર ગુરુ છે. કબીરજીએ કહ્યું છે – “ગુરુ ગોવિંદ દોનુ ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવકી, જિને ગોવિંદ દિયો બતાય.” આ દુહામાં તેઓ કહે છે કે, ““એકવાર તેમની સામે ભગવાન અને ગુરુ બન્ને એક સાથે એક સમયે ઉપસ્થિત થયા. તેથી તે મૂંઝવણમાં પડી ગયા કે “બેમાંથી પહેલા કોને નમું ?' એક ક્ષણ પછી એમની મૂંઝવણ દૂર થઈ. એમને સમાધાન મળી ગયું - ‘ગુરુને જ પહેલા વંદન કરવા જોઈએ, કેમકે તેમણે જ ભગવાનની ઓળખાણ કરાવી છે. ગુરુ ન હોત તો ભગવાનનું દર્શન ન થાત.” આમ આ અપેક્ષાએ ગુરુ પણ ભગવાન કરતા વધુ શ્રેષ્ઠ છે. શ્રીહરિભદ્રસૂરિરચિત પંચાશકપ્રકરણના પહેલા શ્રાવકપંચાશકની ચોથી ગાથાના વિવરણમાં વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ મહારાજે કહ્યું છે - ““ગુરુ એટલે ધર્મનો ઉપદેશ આપનાર આચાર્ય વગેરે. દેવ એટલે આરાધના કરવા યોગ્યમાં સૌથી શ્રેષ્ઠ એવા અરિહંત પ્રભુ. ગુરુ અને દેવ તે ગુરુદેવ, તેમનું. અહીં “ગુરુ” પદ ‘દેવ' પદની પહેલા મૂક્યું છે તે અપેક્ષાએ ગુરુ વધુ પૂજય છે એ બતાવવા માટે. કેમકે સદ્ગુરુના ઉપદેશ વિના સર્વજ્ઞ પ્રભુની ઓળખ થતી નથી.”