________________
गुरुकृतोपकाराः। आसन्नोपकारहेतुभिः - आसन्नाः - व्यवधानरहिताः, ते च त उपकाराः - परहितकरणानि चेत्यासन्नोपकाराः, त एव हेतवः-कारणानीत्यासन्नोपकारहेतवः, तैरित्यासन्नोपकारहेतुभिः । लोकानामुपरि गुरोर्न तथाविध उपकारोऽस्ति । तथापि ते तद्गुणाकृष्टास्तं पूजयन्ति । शिष्याणां तु गुरुरतिशयेन पूज्यो भवति, यतो गुरुर्गुणवानस्ति शिष्याणाञ्चासन्नोपकार्यप्यस्ति, अत्र शिष्याणां गुरुपूजायां कर्त्तव्यायां द्वे कारणे दर्शिते । लोकानां तु गुरुपूजायां कर्तव्यायामेकमेव कारणं प्रदर्शितम् । एककार्यसाधकद्विकारणमध्याद्ययेकेनापि कारणेन कार्यं सिध्यति तहि यत्र द्वेऽपि कारणे विद्यमाने स्तस्तत्र कार्येणाऽवश्यं सेधनीयम् । अन्यच्च गुरोर्लोकपूज्यत्वे गुणवत्त्वरूपं कारणं सर्वसामान्यमस्ति । गुरोः शिष्यपूज्यत्वे आसन्नोपकारित्वरूपं कारणं विशिष्ट व्यक्तिगतञ्चास्ति । सामान्यकारणाद्विशिष्टं कारणम्बलीयान्भवति ।
शिष्याणामुपरि गुरुणा कृता आसन्नोपकारा एवम्प्रकाराः सम्भवन्ति - तावत् गुरुणा शिष्येभ्यो जिनधर्मो दत्तस्तत्प्ररूपकस्य च श्रीजिनस्य योगः कारितः, देशनामृतवचनैर्भवस्य निर्गुणत्वं ज्ञापितम्, शिष्यहृदयभूमौ वैराग्यबीजमुप्तम्, नित्यं प्रेरणापयोभिस्तस्य सेचनं कृतम्, मुमुक्ष्ववस्थायां शिष्याः स्वेन सार्धं विहारे संयमजीवनसमाचारीशिक्षणार्थं गृहीताः,
ઉપકારી હોવાથી. લોકોની ઉપર ગુરુનો તેવો ઉપકાર નથી. છતાં તેઓ ગુરુના ગુણોથી અકર્ષાઈને તેમને પૂજે છે. શિષ્યો માટે તો ગુરુ અતિશય પૂજનીય છે, કેમકે ગુરુ ગુણવાન છે અને શિષ્યોના નજીકના ઉપકારી પણ છે. શિષ્યોને ગુરુપૂજા કરવા માટે બે કારણો બતાવ્યા. લોકોને ગુરુપૂજા કરવા માટે એક જ કારણ બતાવ્યું. એક કાર્યને સિદ્ધ કરનારા બે કારણોમાંથી જો એક પણ કારણથી કાર્ય સિદ્ધ થતું હોય તો જ્યાં બન્ને કારણો વિદ્યમાન છે ત્યાં કાર્ય અવશ્ય સિદ્ધ થવું જોઈએ. વળી ગુરુ લોકપૂજ્ય હોવાનું ગુણવાળા હોવા રૂપ જે કારણ છે તે સર્વસામાન્ય છે. ગુરુ શિષ્યોને પૂજ્ય બને એ માટેનું નજીકના ઉપકારી હોવા રૂપ કારણ વિશિષ્ટ અને વ્યક્તિગત છે. સામાન્ય કારણ કરતા વિશિષ્ટ કારણ વધુ બળવાન હોય છે.
શિષ્યો ઉપર ગુરુએ કરેલા નજીકના ઉપકારો આ પ્રમાણે સંભવે છે - ગુરુએ | શિષ્યોને જૈનધર્મ આપ્યો અને તે ધર્મ બતાવનાર શ્રીઅરિહંત પ્રભુનો ભેટો કરાવ્યો. દેશનાના અમૃત જેવા વચનો વડે સંસારની નિર્ગુણતા જણાવી, શિષ્યોની હૃદયભૂમીમાં વૈરાગ્યનું બીજ વાવ્યું, દરરોજ પ્રેરણા કરવા રૂપ પાણી વડે તેનું સિંચન કર્યું, મુમુક્ષુ અવસ્થામાં સંયમજીવનની તાલીમ આપવા શિષ્યોને પોતાની સાથે વિહારમાં રાખ્યા,