________________
७९
क्रुद्धगुरोः पूजने सत्यदृष्टान्तः ।
इत्थं गुरुः सदैव मधुरवाचमेव भाषते मधुरवाचैव च प्रेरयति । तथापि कदाचिद्गुरोरपि परुषभाषाप्रयोगावसर आपतति । स त्रिधा - १) शिष्येण महानपराधः कृतः स्यात्, २) गुरोः कोपनशीलस्तथाविध एव स्वभावः स्यात्, ३) अन्यशिष्यशिक्षणार्थं वा गुरुरपराधाभावेऽपि समर्पितशिष्यं क्रुधा प्रेरयेत् ।
अत्र विषये साम्प्रतकालघटितमेकं दृष्टान्तं प्रस्तुमः । कस्मिंश्चिद्गच्छे एकेन साधुनैको मुमुक्षुस्तन्मातापित्रनुज्ञां विना दीक्षितः। केनचिद्गुरोः कथितं यद्वितीयेन साधुना सा दीक्षा दत्ता । ततो गुरुणा द्वितीयः साधुराकारितो भृशं च निर्भत्सितः । तथापि स करयोजनेन गुरोः पुरः स्थितः । तेन किमपि प्रतिकारो न कृतः । मौनभावेन प्रशान्तेन तेन गुरोनिर्भर्त्सनाऽऽकर्णिता । 'मन्निमित्तेन गुरोरायासो जात' इति विचिन्त्य तस्य हृदयं दुःखनिर्भरं जातं नेत्रे च बाष्पार्दै जाते । तेन मनसि गुरुसम्बन्धि न किमिपि दुष्टं चिन्तितम् । तेन स्वीयनिर्दोषत्वप्रदर्शनार्थमल्पोऽपि वागुच्चारो न कृतः । गुरवे मिथ्यादुष्कृतं दत्त्वा स निजासन उपविष्टः । भोजनानन्तरं गुरुद्वितीयसाधुशिष्येण सह निहारार्थं गतः ।
આમ ગુરુ હંમેશા મીઠા વચનો જ બોલે અને મીઠા વચનોથી જ પ્રેરણા કરે. છતાં પણ ક્યારેક ગુરુને પણ કર્કશવચનો બોલવાનો અવસર આવે. તે ત્રણ રીતે - ૧) શિષ્ય મોટો અપરાધ કર્યો હોય, ૨) ગુરુનો ગુસ્સો કરવાનો જ સ્વભાવ હોય, ૩) બીજા શિષ્યોને શીખવવા મોટો ગુનો ન કર્યો હોય તો ય સમર્પિત શિષ્યને ગુરુ ગુસ્સાથી ઠપકો मा.
આ સંબંધમાં વર્તમાનકાળમાં બનેલો એક પ્રસંગ કહું છું – “કોઈક ગચ્છમાં એક સાધુએ એક મુમુક્ષુને એના માતાપિતાની રજા વિના દીક્ષા આપી. કોઈએ ગુરુને કહ્યું કે બીજા સાધુએ આ દીક્ષા આપી છે. તેથી ગુરુએ બીજા સાધુને બોલાવીને ખૂબ ઠપકો આપ્યો. છતાં તે હાથ જોડી ગુરુની સામે ઊભો રહ્યો. તેણે કંઈ પણ સામો જવાબ ન આપ્યો. મૌનપણે શાંતિથી તેણે ગુરુનો ઠપકો સાંભળ્યો. “મારા નિમિત્તે ગુરુને શ્રમ કરવો પડ્યો', એમ વિચારી તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું, આંખોમાં ઝળહળીયા આવી ગયા. તેણે મનમાં ગુરુ વિષે કંઈ પણ ખરાબ વિચાર ન કર્યો. પોતે નિર્દોષ હોવાનો તેણે જરાય બચાવ ન કર્યો. ગુરુને મિચ્છામિ દુક્કડમ્ આપી તે પોતાના આસને ગયો. વાપર્યા પછી ગુરુ તે બીજા સાધુના શિષ્યની સાથે