________________
मृगावतीदृष्टान्तः।
८१ यदा गुरुः क्रुद्धः सन् परुषगिरा शिष्याँस्तर्जयति तदा शिष्यैः न किमपि प्रतिवक्तव्यम् । एवं कृते सति गुरोविनयो भवति । स च शिष्याणां हिताय जायते । प्रतिवचने तु दत्ते गुरुनिरुत्तरीभवति । ततश्च तस्य पराभवो भवति । स च शिष्याणामनाय जायते । यदा गुरुस्तर्जयति तदा स्वस्य दोषो भवतु मा वा भवतु यदि शिष्यः स्वापराधमेव दृष्ट्वा गुरुं क्षाम्यति तर्हि तस्यैकान्तेनैव लाभो भवति यथा साध्वीमृगावत्याः केवलज्ञानप्राप्तिः सञ्जाता ।
श्रीधर्मदासगणिकृतोपदेशमालाचतुस्त्रिंशत्तमश्लोकस्य श्रीरामविजयगणिकृतवृत्तावेवं साध्वीमृगावतीवृत्तान्तः श्रूयते - ‘कौशाम्ब्यां नगर्यां श्रीवर्धमानस्वामी समवसृतः । तदा सर्वे सुरासुरेन्द्राः सुरकोटिभिः परिवृता वन्दितुमागताः । तदा चन्द्रसूर्यावपि स्वमूलविमानाभ्यां तत्र वन्दितुमागतौ । तस्मिन्नवसरे आर्यचन्दनाऽपि साध्वीमृगावतीसहिता वन्दितुमागता । आर्यचन्दनायाः साध्व्यः प्रभुं वन्दित्वा पश्चात्स्वोपाश्रये समागताः । मृगावती तु समवसरणे स्थिता । तस्मिन्नवसरे सन्ध्यासमयो जातोऽपि सूर्यतेजःप्रकाशेन न ज्ञातः । यत उद्योतस्तु तथैव स्थितः । रजनी प्रचुरा गता । सर्वेपि लोका वन्दित्वा स्वस्वगृहं प्राप्ताः । मृगावत्या साध्व्या तु रजनी प्रचुरा
જયારે ગુરુ ગુસ્સે થઈને કઠોર વાણીથી શિષ્યોને ઠપકો આપતા હોય ત્યારે શિષ્યોએ સામે કંઈ પણ જવાબ ન આપવો. આમ કરવાથી ગુરુનો વિનય થાય છે. તેનાથી શિષ્યોને લાભ થાય છે. સામું બોલવામાં ગુરુ નિરુત્તર થઈ જાય છે. તેથી તેમનો પરાભવ થાય છે. તે શિષ્યોના અનર્થ માટે થાય છે. જ્યારે ગુરુ ઠપકો આપે ત્યારે પોતાનો દોષ હોય કે ન હોય જો શિષ્ય પોતાની જ ભૂલ જોઈને ગુરુ પાસે માફી માગે તો તેને એકાન્ત લાભ થાય છે, જેમ મૃગાવતી સાધ્વીજીને કેવળજ્ઞાન થયું તેમ.
મૃગાવતી સાધ્વીજીનો વૃત્તાન્ત શ્રીધર્મદાસગણિ રચિત ઉપદેશમાળાની ૩૪મી ગાથાની શ્રીરામવિજયગણિકૃતટીકામાં આ પ્રમાણે સંભળાય છે - “કૌશામ્બી નગરીમાં શ્રીવર્ધમાનસ્વામી સમોસર્યા. ત્યારે કરોડો દેવોના પરિવારવાળા બધા ઇન્દ્રો વન્દન કરવા આવ્યા. ત્યારે ચન્દ્ર અને સૂર્ય પણ પોતાના મૂળ વિમાન સાથે ત્યાં વંદન કરવા આવ્યા. તે વખતે આર્યચન્દના પણ મૃગાવતી સાધ્વીજીની સાથે વંદન કરવા આવ્યા. આર્ય ચન્દના અને તેમના સાધ્વીઓ પ્રભુને વંદન કરીને પાછા ઉપાશ્રયે ગયા. મૃગાવતીજી તો સમવસરણમાં રહ્યા. તે વખતે સાંજ પડવા છતા સૂરજના પ્રકાશથી તેની ખબર ન પડી, કેમકે પ્રકાશ તેવો જ હતો. ઘણી રાત વીતી ગઈ. બધા લોકો વંદન કરીને પોતપોતાના