________________
प्रमादस्य पञ्चविधत्वम् ।
उक्तञ्चोत्तराध्ययनसूत्रचतुर्थाध्ययननिर्युक्तौ श्रीभद्रबाहुस्वामिभिः - ‘१मज्जं विसय कसाया निद्दा विगहा य पंचमी भणिया ।
इअ पंचविहो एसो होइ पमाओ य अपमाओ ॥१८०॥' वादिवेतालश्रीशान्तिसूरिकृताऽस्या गाथाया व्याख्या - 'माद्यन्ति येन तत् मद्यं, यद्वशाद्गम्यागम्यवाच्यावाच्यादिविभागं जनो न जानाति, अत एवाह - ‘कार्याकार्ये न जानाति, वाच्यावच्ये तथैव च । गम्यागम्ये च यन्मूढो, न पेयं मद्यमित्यतः ॥१॥' विषीदन्ति-धर्मं प्रति नोत्सहन्त एतेष्विति विषयाः, यद्वाऽऽसेवनकाले मधुरत्वेन परिणामे चातिकटुकत्वेन विषस्योपमां यान्तीति विषयाः, अत एवाविवेकिलोकाऽऽसेविता विवेकिलोकपरित्यक्ताश्च, तदुक्तम् - 'आपातमात्रमधुरा विपाककटवो विषोपमा विषयाः । अविवेकिजनाऽऽचरिता विवेकिजनवर्जिताः पापाः ॥१॥' कष्यतेऽस्मिन् प्राणी पुनः पुनरावृत्तिभावमनुभवति कषोपलकष्यमाणकनकवदिति कषः - संसारस्तस्मिन् आ-समन्तादयन्ते गच्छन्त्येभिरसुमन्त इति कषायाः, यद्वा
ઉત્તરાધ્યયનસૂત્રની ત્રીજા અધ્યયનની નિયુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે - “મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા કહી છે. આ પાંચ પ્રકારનો પ્રસાદ અને અપ્રમાદ છે.” વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિ મહારાજે ટીકામાં આ ગાથાનું વિવરણ આ રીતે કર્યું છે - “ “જેના કારણે માણસને ભોગવવા યોગ્ય - નહીં ભોગવવા યોગ્ય, બોલવા યોગ્ય - નહીં બોલવા યોગ્ય વગેરેની ખબર ન પડે તે મદ્ય કહ્યું છે - “જેનાથી મૂઢ થયેલો જીવ કરવા યોગ્ય, નહીં કરવા યોગ્ય, બોલવા યોગ્ય, નહીં બોલવા યોગ્ય, ભોગવવા યોગ્ય, નહીં ભોગવવા યોગ્ય નથી જાણતો તે મદ્ય. માટે તે પીવું ન જોઈએ.' જેનાથી જીવને ધર્મ પ્રત્યે ઉત્સાહ ન થાય તે વિષયો અથવા ભોગવતી વખતે મધુર હોવાથી અને પરિણામે અતિશય કડવા હોવાથી જે વિષ જેવા છે તે વિષયો. માટે અવિવેકીલોકો તેમને ભોગવે છે અને વિવેકી લોકો તેમને છોડે છે. કહ્યું છે - ‘વિષયો શરૂઆતમાં જ મધુર હોય છે, પરિણામે કડવા હોય છે, વિષ જેવા હોય છે, અવિવેકી જનો તેમને આચરે છે, વિવેકીજનો તેમને છોડે છે. તે પાપી છે.” કસોટીના પત્થર ઉપર ઘસાતા સોનાની જેમ જેમાં જીવ વારંવાર ઘસાય છે તે કષ એટલે સંસાર. જેનાથી એમાં જીવો આવે તે
१. मद्यं विषयाः कषायाः निद्रा विकथा च पञ्चमी भणिता ।
इति पञ्चविधः एषः भवति प्रमादश्चाप्रमादः ॥१८०॥