________________
निजशिष्याणां तु गुरुः पूज्य एव । पेशलवचनः, गंभीरोऽतुच्छः परैरलभ्यमध्य इत्यर्थः, धृतिमान्निष्प्रकम्पचित्तः, उपदेशपरः सद्वचनैर्मार्गप्रवर्तकः, चशब्दः समुच्चये आचार्यो भवतीति क्रिया, तथा अप्रतिस्रावी निश्छिद्रशैलभाजनवत् परकथितात्मगुह्यजलाऽप्रतिस्रवणशीलः, सौम्यो मूर्तिमात्रेणैवाह्लादसम्पादकः सङ्ग्रहशीलस्तत्तद्गुणानपेक्ष्य शिष्यवस्त्रपात्राद्यादानतत्परः, तथाविधस्य गणवृद्धिहेतुत्वात्, अभिग्रहा द्रव्यादिषु नानारूपा नियमाः तेषु स्वपरविषये मतिस्तद्ग्रहणग्राहणपरिणामो यस्यासौ अभिग्रहमतिकः, अविकथनोऽबहुभाषी अनात्मश्लाघापरो वा, अचपलः स्थिरस्वभावः, प्रशान्तहृदयः क्रोधाद्यस्पृष्टचित्तः, एवंभूतो गुरुगुणैः सारो भवत्याचार्य इति वर्तते ॥१०-११॥'
___ इत्थं गुरवो गुणरत्नानां रत्नाकराः सन्ति । ततस्ते सर्वेषां पूज्या भवन्ति । यतो लोको गुणपूजको भवति ।
___ इत्थं गुरोर्लोकपूज्यत्वं प्रतिपाद्याऽधुना 'यदि गुरुर्लोकस्यापि पूज्यो भवति तर्हि शिष्याणां स सुतरां पूज्य: स्यादेव' इति भावं श्लोकपश्चिमार्धेन दर्शयति । निजशिष्याणां - निजाः - स्वकीयाः, ते च ते शिष्याः - विनेया इति निजशिष्याः, तेषां - निजशिष्याणाम्, पुनः- 'तु' शब्दार्थः, किम् ? अवश्यं पूजनीय एवेत्यर्थः, कुतः ?
ગંભીર એટલે તુચ્છતા વિનાના – બીજા જેના અંતરને જાણી ન શકે એવા, ધૃતિમાન એટલે નિશ્ચલ ચિત્તવાળા, ઉપદેશપર એટલે સારા વચનોથી માર્ગમાં પ્રવર્તાવનાર આચાર્ય હોય. તથા અપ્રતિસ્રાવી એટલે છિદ્ર રહિત પત્થરના ભાજનની જેમ અન્યએ કહેલી પોતાની ગુપ્ત વાતને નહીં ઝરાવનારા, સૌમ્ય એટલે દર્શનમાત્રથી આહ્વાદ કરાવનારા, સંગ્રહશીલ એટલે તે તે ગુણોની અપેક્ષાએ શિષ્યો માટે વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવામાં તત્પર, કેમકે તેનાથી તેવા પ્રકારના ગુણોની વૃદ્ધિ થાય, અભિગ્રહમતિ એટલે દ્રવ્યાદિના ભિન્ન ભિન્ન નિયમો લેવા અને આપવાના ભાવવાળા, અવિકથન એટલે બહુ નહીં બોલનારા અથવા સ્વપ્રશંસા નહીં કરનારા, અચપળ એટલે સ્થિરસ્વભાવવાળા, પ્રશાંતહૃદય એટલે ક્રોધાદિથી નહીં સ્પર્ધાયેલા ચિત્તવાળા, આવા ગુરુગુણોથી સારભૂત આચાર્ય હોય છે.
આમ ગુરુઓ ગુણોરૂપી રત્નોના સમુદ્ર સમાન છે. તેથી તેઓ બધા માટે પૂજય બને છે, કેમકે લોકો ગુણને પૂજનારા હોય છે.
આમ ગુરુ લોકમાં પૂજય છે એ બતાવી હવે ‘જો ગુરુ લોકમાં પણ પૂજ્ય હોય તો શિષ્યો માટે તો તે પૂજય બને જ' એવા ભાવને શ્લોકના પાછળના અર્ધભાગથી બતાવે છે. પોતાના શિષ્યો માટે તો ગુરુ અવશ્ય પૂજનીય છે જ. કેમ ? નજીકના