________________
६२
विनयस्य पञ्चविधत्वम् । गुरुमनापृच्छ्यैव किञ्चित्कार्यजातं करोति । शिष्यो गुरुं भिक्षां न दर्शयति । गुरुणाऽऽकारिते शिष्यः प्रत्युत्तरं न ददाति स्वासने वोपविष्टः सन्नेव प्रत्युत्तरं ददाति । स्थण्डिलभूमेरागमनानन्तरं शिष्यो गुरोः पूर्वमाचामतीर्यापथिकी वा पूर्व प्रतिक्रामति । मार्गगमने शिष्यो गुरोः पुरश्चलति । शिष्यो गुरोः समासने उच्चैरासने वोपविशति । शिष्यो गुरोर्वन्दनादिकं न करोति । एवम्प्रकारा अन्येऽपि ज्ञेयाः । एतान्सर्वान्विनयभङ्गान्शिष्यः प्रायः वर्जयत्येव, तथापि कदाचिदनाभोगेन विस्मरणेनाऽन्येन वा केनचित्कारणेनैते भवेयुः ।
__अथ विनयः पञ्चधा भवति । तद्यथा - लोकोपचारविनयोऽर्थविनयः कामविनयो भयविनयो मोक्षविनयश्च । तत्र लोकप्रवाहानुसारेण यो विनयः क्रियते स लोकोपचारविनयः कथ्यते । अर्थार्जनार्थं यो विनयः क्रियते सोऽर्थविनयः कथ्यते । कामप्राप्त्यर्थं क्रियमाणः कामविनय उच्यते । भयेन क्रियमाणो भयविनय उच्यते । मोक्षार्थं क्रियमाणो मोक्षविनयः कथ्यते । अत्र मोक्षविनयोऽधिकृतः । सोऽपि पुनः पञ्चधा भवति, तद्यथा - दर्शनविनयो ज्ञानविनयश्चारित्रविनयस्तपोविनय औपचारिकविनयश्च । तत्र द्रव्यादयो यथा भगवता प्ररूपितास्तथैव यः श्रद्दधाति तस्य दर्शनविनयो भवति । सम्यग्ज्ञानपूर्वकं कृत्यानि कुर्वतो
કામ કરે. શિષ્ય ગુરુને ગોચરી ન બતાવે. ગુરુ બોલાવે ત્યારે શિષ્ય જવાબ ન આપે અથવા પોતાના આસન ઉપર બેસીને જ જવાબ આપે. ચંડિલભૂમિથી પાછા આવ્યા પછી ગુરુ કરતા પહેલા શિષ્ય પગ ધુવે કે ઈર્યાવહી કરે. રસ્તે જતા શિષ્ય ગુરુની આગળ ચાલે. શિષ્ય ગુરુની સમાન આસને કે ઊંચા આસને બેસે. શિષ્ય ગુરુને વંદન વગેરે ન કરે. આવા બીજા અવિનયો પણ જાણી લેવા. આ બધા અવિનયોને શિષ્ય પ્રાયઃ પ્રયત્નપૂર્વક વર્જે છે જ, છતાં પણ ક્યારેક ભૂલથી, ભૂલી જવાથી કે બીજા કોઈ કારણસર આવા અવિનય થઈ જાય.
વિનય પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - લોકોપચારવિનય, અર્થવિનય, કામવિનય, ભયવિનય અને મોક્ષવિનય. તેમાં લોકપ્રવાહને અનુસાર જે વિનય કરાય તે લોકોપચાર વિનય. ધન કમાવા માટે જે વિનય કરાય તે અર્થવિનય કહેવાય. કામની પ્રાપ્તિ માટે કરાતો વિનય તે કામવિનય. ભયથી કરાતો વિનય તે ભયવિનય. મોક્ષ માટે કરાતો વિનય તે મોક્ષવિનય. અહીં મોક્ષવિનયનો અધિકાર છે. તેના પણ પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે – દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય. ત્યાં દ્રવ્ય વગેરે જે રીતે ભગવાને કહ્યા છે તે જ રીતે એની શ્રદ્ધા કરનારાને દર્શનવિનય હોય છે. સમ્યજ્ઞાનપૂર્વક કાર્ય કરે એને જ્ઞાનવિનય હોય છે. સારી રીતે