________________
१२
गुरुनमस्काररूपमङ्गलविषयकाक्षेपपरिहारौ। नमस्करणेन । इति चेत् ? सत्यम्, बाह्याभ्यन्तरसमृद्धिपरोपकारादिकमपेक्ष्य श्रीजिन एव सर्वोत्तमोऽस्ति, परन्तु सम्प्रति जिनविरहविशिष्टेऽत्र भरते देव-धर्मयथावस्थितस्वरूपदर्शकत्वेन तु गुरुरेव सर्वश्रेष्ठः । यतः सम्प्रत्यज्ञानतिमिरान्धानां जीवानां मोहनीयज्ञानावरणीयकर्मविशिष्टक्षयोपशमाभावे सति देवस्वरूपपरिचायको देवभक्तौ प्रेरको धर्मस्वरूपप्रदर्शको धर्मे प्रवर्तकश्च गुरुरेव दृश्यते । सम्प्रति श्रीजिनानामत्र भरतक्षेत्रेऽभावो वर्त्तते । ततो भवाटवीं पर्यटद्भिः प्राणिभिस्तन्निस्तरणोणायो न ज्ञायते । ततस्ते दुःखमनुभवन्त एवास्यां संसृतिगर्तायां तिष्ठन्ति । ते दुःखनिवृत्त्यर्थं यं यमुपायं प्रयुञ्जन्ते तेन तेन प्रत्युत तेषां दुःखवृद्धिरेव भवति । ततस्ते भृशं दुःखपीडिताः सन्तः पञ्जरक्षिप्तविहगा इवाऽनिच्छयाऽपि दुःखैकसङ कुलेऽस्मिन्संसारे वसन्ति । अस्मिन्नवसरे भवाटविलङ्घनप्रगुणपदवीप्रदर्शकैर्गुरुभिः सह तेषां समागमो भवति । ते च तेभ्यो दुःखनिवृत्तेः सुखप्राप्तेश्च तात्त्विकमुपायं दर्शयन्ति। श्रीजिनस्य तत्प्रदर्शितधर्मस्य च स्वरूपं तत्समाराधनविधिञ्च ते तेभ्यो ज्ञापयन्ति । एवं जिनविरहितेऽस्मिन्दुःषमकाले गुरुं परिहृत्यानन्योपकारी कोऽपि नास्ति । अत एव
જવાબ - તમારી વાત સાચી છે. બાહ્ય-અભ્યત્તર સમૃદ્ધિ, પરોપકાર વગેરેની અપેક્ષાએ શ્રીજિનેશ્વરપ્રભુ જ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ હાલ શ્રીજિનેશ્વરપ્રભુના વિરહવાળા આ ભરતક્ષેત્રમાં દેવ અને ધર્મનું યથાવસ્થિત સ્વરૂપ ગુરુદેવ જ બતાવે છે. તેથી તેઓ જ સર્વશ્રેષ્ઠ છે. કેમકે વર્તમાનકાળે અજ્ઞાનરૂપી અંધકારથી આંધળા થયેલા જીવોને મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોવાથી દેવના સ્વરૂપનો પરિચય કરાવનાર, દેવની ભક્તિમાં પ્રેરણા કરનાર, ધર્મનું સ્વરૂપ બતાવનાર અને ધર્મમાં પ્રવર્તાવનાર ગુરુ જ દેખાય છે. હાલ આ ભરતક્ષેત્રમાં શ્રીજિનેશ્વરપ્રભુ વિદ્યમાન નથી. તેથી ભવાટવીમાં ભટકતા જીવોને તેમાંથી નીકળવાના ઉપાયની ખબર પડતી નથી. તેથી તેઓ દુઃખને અનુભવતા થકા જ આ સંસારરૂપી ખાડામાં રહે છે. તેઓ દુઃખને દૂર કરવા જે જે ઉપાયો કરે છે તે તે ઉપાયોથી ઉલ્ટી એમના દુઃખોની વૃદ્ધિ જ થાય છે. તેથી તેઓ દુઃખથી ખૂબ પીડાયેલા થકા પાંજરામાં પૂરાયેલા પક્ષીની જેમ અનિચ્છાએ પણ એકમાત્ર દુઃખથી ભરાયેલા એવા આ સંસારમાં રહે છે. એ વખતે ભવાટવી ઓળંગવાનો ચોક્કસ રસ્તો બતાવનારા ગુરુદેવની સાથે તેમનો સમાગમ થાય છે. તેઓ તેમને દુઃખ દૂર કરવાનો અને સુખ મેળવવાનો સાચો ઉપાય બતાવે છે. શ્રીજિનેશ્વર પ્રભુનું સ્વરૂપ, તેમણે પ્રરૂપેલા ધર્મનું સ્વરૂપ અને તે ધર્મને આરાધવાની વિધિ તેઓ તેમને જણાવે છે. આમ શ્રીજિનેશ્વરપ્રભુના વિરહવાળા આ દુઃષમકાળમાં ગુરુ સિવાય અસાધારણ ઉપકારી