________________
विनयबहुमानचतुर्भङ्गी। प्रयत्नसाध्य एव ।
___ गुरुविनयोऽपि बहुमानसहित एव विशिष्टफलदो भवति । विनयो बाह्यसेवारूपो भवति, बहुमानस्त्वान्तरप्रीतिरूपो भवति । श्रीहरिभद्रसूरिभिर्धर्मबिन्दोरेकोनसप्ततितमसूत्रस्य विवरणे प्रोक्तम् - ‘विनयो ह्यभ्युत्थान-पादधावनादिः, बहुमानो नामाऽऽन्तरो भावप्रतिबन्धः ।' प्रवचनसारोद्धारस्य पञ्चषष्टितमद्वारे पञ्चाशदधिकपञ्चशततम्या गाथाया विवरणे श्रीसिद्धसेनसूरिभिरप्युक्तम् – 'भक्तिः - तेष्वेवोचितोपचाररूपा, तथा बहुमानः - तेष्वेवान्तरङ्गप्रतिबन्धविशेषः ।' अत्र भक्तिरिति विनयस्यैकार्थिकः शब्दः ।
__ अत्र विनय-बहुमान-चतुर्भङ्गीत्थं भवति-विनयोऽपि भवति बहुमानश्चापि भवतीति प्रथमो भङ्गः, विनयो भवति किन्तु बहुमानो न भवतीति द्वितीयो भङ्गः, विनयो न भवति बहुमानस्तु भवतीति तृतीयो भङ्गः, विनयोऽपि न भवति बहुमानोऽपि न भवतीति चतुर्थो भङ्गः । यदुक्तं धर्मबिन्दोरेकोनसप्ततितमसूत्रविवरणे श्रीहरिभद्रसूरिभिः - 'अत्र च विनय-बहुमानयोश्चतुर्भङ्गी भवति, एकस्य विनयो न बहुमानः, अपरस्य बहुमानो न विनयः, अन्यस्य विनयोऽपि बहुमानोऽपि, अन्यस्य न विनयो नापि बहुमान
વિનય કરવો ઘણું કરીને મુશ્કેલીથી શક્ય બને છે.
ગુરુવિનય પણ જો બહુમાન સહિતનો હોય તો જ વિશિષ્ટ ફળ આપે છે. વિનય બાહ્ય સેવારૂપ છે, બહુમાન એ અંદરના પ્રેમરૂપ છે. ધર્મબિંદુના ૬૯મા સૂરાના વિવરણમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે – “વિનય એટલે ઉભા થવું, ગુરુ મહારાજના પગ ધોવા વગેરે. બહુમાન એટલે ગુરુમહારાજ સાથે અંદરનો ભાવનો સંબંધ.” પ્રવચનસારોદ્ધારની ટીકામાં ૬૫મા દ્વારમાં પ૫૦મી ગાથાના વિવરણમાં શ્રીસિદ્ધસેનસૂરિ મહારાજે પણ કહ્યું છે-“ભક્તિ એ ગુરુને વિષે ઉચિત સેવા રૂપ છે, અને બહુમાન એ ગુરુને વિષે વિશેષ પ્રકારનો અંતરંગ સંબંધ છે. અહીં ભક્તિ એ વિનયનો પર્યાયવાચી શબ્દ છે.
આ સંબંધમાં વિનય-બહુમાનની ચતુર્ભગી આ પ્રમાણે થાય છે - (૧) વિનય પણ હોય અને બહુમાન પણ હોય એ પહેલો ભાગો, (૨) વિનય હોય પણ બહુમાન ન હોય એ બીજો ભાંગો, (૩) વિનય ન હોય પણ બહુમાન હોય એ ત્રીજો ભાંગો, (૪) વિનય પણ ન હોય અને બહુમાન પણ ન હોય એ ચોથો ભાંગો. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિન્દુના ૬૯મા સૂત્રના વિવરણમાં કહ્યું છે - “અહીં વિનય-બહુમાનની ચતુર્ભગી થાય છે - એકને વિનય હોય બહુમાન ન હોય, બીજાને બહુમાન હોય વિનય ન હોય, અન્યને વિનય પણ હોય અને બહુમાન પણ હોય, ચોથાને વિનય ન હોય અને બહુમાન