________________
१२
वाचनिकनमस्कारसम्बन्ध्याक्षेपपरिहारौ । ग्रन्थादौ निबद्धं मङ्गलं दृष्ट्वा शिष्या ज्ञास्यन्ति यद् ग्रन्थादाववश्यमेव मङ्गलं कर्त्तव्यम् । ततस्तेऽपि स्वरचितग्रन्थानामादौ मङ्गलं करिष्यन्ति । मङ्गलनिबन्धनमन्तरेण शिष्या नैव ज्ञास्यन्ति यत् शास्त्रादौ मङ्गलं कर्तव्यमिति । अन्यच्च ते यदा यदा प्रकृतग्रन्थं पठिष्यन्ति स्वशिष्येभ्यश्च पाठयिष्यन्ति तदा तदा मङ्गलं करिष्यन्ति, ततस्तेषां विघ्नविनाशसम्भवेन ग्रन्थपठनपाठनसमाप्तिरपि भविष्यति । ततश्च शिष्यपरम्परायां ग्रन्थस्याविच्छिन्ना प्रवृत्तिभविष्यति । इदमत्र हृदयम् - शिष्यशिक्षार्थं शिष्यपरम्परायाञ्च ग्रन्थस्याविच्छिन्नप्रवृत्त्यर्थं ग्रन्थकृता शास्त्रादौ शब्दरूपेण मङ्गलं निबद्धम् । इमावेवाक्षेप-परिहारावुक्तौ श्रीअभयदेवसूरिभिः श्रीहरिभद्रसूरिरचितपञ्चाशकप्रकरणस्य प्रथमश्रावकपञ्चाशकविवरणे - 'ननु मानसनमस्कारतपश्चरणादिना मङ्गलान्तरेणैव विघ्नोपघातसद्भावादिष्टसिद्धिभविष्यतीति किमनेन ग्रन्थगौरवकारिणा वाचनिकनमस्कारेणेति ? सत्यं, किन्तु श्रोतृप्रवृत्त्यर्थमिदं भविष्यति, तथाहि-यद्यप्युक्तन्यायेन कर्तुरविनेनेष्टसिद्धिः स्यात्तथापि प्रमादवशात् शिष्यस्येष्टदेवतानमस्काररूपं मङ्गलं विना प्रक्रान्तग्रन्थाध्ययनश्रवणादिषु
ગ્રંથની શરૂઆતમાં અવશ્ય મંગળ કરવું જોઈએ. તેથી તેઓ પણ પોતાના રચિત ગ્રંથોની શરૂઆતમાં મંગળ કરશે. શબ્દરૂપે મંગળને મૂક્યા વિના શિષ્યોને ખબર ન પડે કે શાસ્ત્રની શરૂઆતમાં મંગળ કરવું જોઈએ. વળી તેઓ જ્યારે જ્યારે આ ગ્રંથને ભણશે અને પોતાના શિષ્યોને ભણાવશે ત્યારે ત્યારે મંગળ કરશે. તેનાથી તેમના વિદ્ગોનો નાશ થવાથી ગ્રંથ ભણવા-ભણાવવાની સમાપ્તિ પણ થશે. તેથી શિષ્ય પરંપરામાં ગ્રંથની નિરંતર પ્રવૃત્તિ થશે. અહીં ટૂંકમાં ભાવ આવો છે - શિષ્યોને ખબર પડે એટલા માટે અને શિષ્ય પરંપરામાં ગ્રંથની નિરંતર પ્રવૃત્તિ થાય એ માટે ગ્રંથકારે શાસ્ત્રની આદિમાં શબ્દરૂપે મંગળ મૂકયું છે. આ જ પ્રશ્નોત્તર શ્રીઅભયદેવસૂરિ મહારાજે શ્રીહરિભદ્રસૂરિરચિતપંચાશકપ્રકરણના પહેલા શ્રાવકપંચાશકના વિવરણમાં કહ્યા છે
પ્રશ્ન - નમસ્કાર, તપશ્ચર્યા વગેરે રૂપ અન્ય મંગળો વડે જ વિઘ્નોનો નાશ થઈ જવાથી ઇષ્ટની સિદ્ધિ થઈ જશે, તો પછી ગ્રંથનું ગૌરવ કરનારા એવા વચનરૂપ નમસ્કાર કરવાથી શું ફાયદો ?
જવાબ - તમારી વાત સાચી છે. પરંતુ સાંભળનારની પ્રવૃત્તિ થાય એ માટે વચનરૂપ નમસ્કાર મૂકાતો હશે. તે આ પ્રમાણે - જો કે તમે કહ્યું તેમ નમસ્કાર, તપશ્ચર્યા વગેરે વડે ગ્રંથ રચનારને વિઘ્ન વિના ઇષ્ટની સિદ્ધિ થાય, છતાં પણ પ્રમાદને લીધે ઇષ્ટદેવતાના નમસ્કારરૂપ મંગળ વિના પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ, શ્રવણ વગેરેમાં પ્રવૃત્ત થયેલ શ્રોતાને