Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર तीर्थनाथोऽर्हद्गुरुर्धर्माचार्यः धर्मश्च ते सर्वे बहुमानिताः गौरविताः । अयंभावः - आत्महितैषिणा येन श्रीसिद्धान्तो बहुमानितस्तकुक्तम् सर्व्वमप्यंगीकृतमित्यर्थः, न तु जमाल्यादिवत्सिद्धांतैकदेशोऽप्यप्रमाणितोऽस्तीति तेनार्हद्गुरुधर्मा बहुमानिता एव, यश्चागमपदमेकमपि नांगीकरोति स निह्नवपंक्तौ सम्यक्त्वविकलो गण्यते । “पयमवि असद्दहंतो सुत्तुत्तुं मिच्छदिठीओ' इति वचनात्
ભાવાર્થ:- પોતાના આત્માના હિતેચ્છરૂપે અરિહંત પ્રરૂપિત સિદ્ધાંતના આચાર મુજબ આચરણા કરી એટલે કે તીર્થનાથ અરિહંત, ગરજે ધર્માચાર્ય. ધર્મ જે સર્વજ્ઞ પ્રરૂપિત એ સર્વેનું ગૌરવ કર્યું તેણે સર્વ સિદ્ધાંતોક્ત સર્વ આચાર ગ્રહણ કર્યો. પણ જમાલીની જેમ સિદ્ધાંતની એક વાત પણ જેને અપ્રમાણ નથી તેણે અરિહંત-ગુરુ-ધર્મનું બહુમાન કર્યું. પણ જે પુરુષ સર્વ આગમનું માને, પણ તેનું એકાદ પદ પણ ન માને તે નિલવ, સમ્યક્ત વગરનો ગણાય છે. કારણ શાસ્ત્રમાં વચન છે કે “એક પદ પણ ન માને તો તેને મિથ્યાષ્ટિ જાણવો”.
જે નર અભિનિવેશિકમિથ્યાત્વ છોડી જિન આગમોક્ત આચરણા આચરે તે સર્વ તીર્થકર-ધર્મનું બહુમાન કરવાવાળો જાણવો, પણ જે નર સિદ્ધાંતને ન માને, પોત-પોતાના ગચ્છમમત્વ, કદાગ્રહના ગ્રંથ તથા પોતપોતાના ગચ્છની પરંપરાનું બહુમાન કરી શુદ્ધ સિદ્ધાંતપંચાંગી મુજબ વર્તવાવાળા પુરુષોનું અપમાન કરે છે તે નર અરિહંત, આચાર્ય અને ધર્મ એ ત્રણેનો જમાલીની પેઠે આશાતના કરવાવાળો જાણવો.
ઉપર લખ્યાનો સાર એ છે કે આગમોત આચાર આચરવો તે આગમોક્ત પરંપરાથી આચરણા કહી. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં આગમ ત્રણ પ્રકારે કહ્યા છે તે પાઠ –
से किं तं आगमे ? आगमे दुविहे पण्णत्ते, तं जहा – लोइएअ लोउत्तरिएअ । से किं तं लोइए ? लोइए जण्णं इमं अण्णाणिइएहिं मिच्छादिट्ठिएहिं सच्छंदबुमिइ विगप्पियं, तं जहा भारहं रामायणं जाव चत्तारि वेआ सांगोवंगा । से तं लोइए । से किं तं लोउत्तरिए ?