Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૬૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ઉચિત દેશમાં રહી જેને જેવી ઉચિત તેવી પૂજા કરી ચૈત્યવંદના કરે ઇત્યાદિ મહાભાષ્યને અનુયાયી તપાગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિકૃત શ્રાદ્ધદિનકૃત્ય વૃત્તિમાં પણ પૂજાના અધિકારમાં શ્રાવકને ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
अट्ठपयारपूयाए, पूइत्ता जगबंधवे । मुद्दाविहाणजुत्तेणं, कायव् जिणवंदणं ॥२॥
व्याख्या - अष्टप्रकारपूजया पूर्वोक्तस्वरूपया पूजयित्वा जगद्वांधवान् मुद्राविधानयुक्तेन यथावस्थानस्थापितमुद्राविधिसमन्वितेन कर्त्तव्यं નિનવન્દ્રનં રા.
ભાવાર્થ :- એનો ભાવાર્થ એ છે કે પૂર્વોક્ત સ્વરૂપે જગબાંધવની અષ્ટપ્રકારી પૂજા કરીને યથાયોગ્ય સ્થાને સ્થાપેલી મુદ્રા વિધિ સહિત જિનવંદન એટલે ચૈત્યવંદન કરવું.
पुनस्तत्रैव सर्वचैत्यसाधुवन्दनं कृत्वा स्तोत्रं यथोचितमुद्दामगंभीरस्वरेण पठित्वा मुक्ताशुक्तिमुद्रया प्रणिधानं करोति ।
એનો ભાવ જે ત્યાં શ્રી શ્રાદ્ધદિનકરવૃત્તિમાં કહ્યું છે કે, સર્વ ચૈત્ય સાધુઓને વંદન કરીને ઉત્કૃષ્ટ ગંભીર સ્વરે યથોચિત સ્તવન કહીને મુક્તાશુક્તિમુદ્રાએ પ્રણિધાન કરે.
નવીયર” રૂત્યાદ્રિ “વિવંદ્ર તિ” ચૈત્યવદ્રવ્યમવपूजात्मकं कार्यमिति, सर्वत्र क्रियाध्याहारः कथं त्रिकालं सूर्योदयमध्याह्नास्तसमयरूपं संध्यात्रयमित्यर्थः ॥
એ પાઠમાં દ્રવ્ય-ભાવપૂજાત્મક ત્રિકાલ ચૈત્યવંદન કરવું કહ્યું તેથી તપાગચ્છ પણ પૂર્વાચાર્યોને વારે ત્રિકાલપૂજા અવસરે યથાશક્તિએ ઉત્કૃષ્ટચૈત્યવંદનાના ત્રણ ભેદ માંહેલી વંદના કરતાં. તેથી પૂર્વોક્ત મહાભાષ્યને અનુસાર સાધુ ભાવપૂજાને અંતે અને શ્રાવક દ્રવ્યપૂજાને અંતે યથાસંભવ ઉભયકાળ જિનગૃહમાં યથાશક્તિ પૂજા અવસરે ત્રણ થાય તથા ચાર થાયથી ઉત્કૃષ્ટચૈત્યવંદનાના ત્રણ ભેદ કરી પ્રતિક્રમણ કરતાં. કેમ કે તપાગચ્છનાયકે શ્રી શ્રાદ્ધદિનકરવૃત્તિમાં કહ્યું છે કે “સર્વચૈત્યસાધુ