Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૧૮૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
સૂચક ત્યાં છે, તે માટે સંપૂર્ણ ચૈત્યવંદના કરે અથવા ત્રણ થોય કહે. એ પણ એ સૂત્રનો ભાવાર્થ સંભવે છે. તે માટે અન્યાર્થપ્રરૂપક સૂત્ર અન્યત્રાર્થમાં જોડવું યુક્ત નથી. સૂત્રમાં જો માત્ર ત્રણ થોયથી જ ચૈત્યવંદના કરવાની આજ્ઞા હોય તો થોય સ્તોત્રાદિકની સર્વ પ્રવૃત્તિ નિરર્થક હોય. સંવિગ્નગીતાર્થ વિધિના રસીયા ગીતાર્થ સૂરિપુરુષ જે પૂર્વે થઈ ગયા તે કેવી રીતે સૂત્રવિરુદ્ધ સામાચારીની પ્રરૂપણા કરે ? અથવા ચૈત્યવંદના બે પ્રકારની છે, (૧) નિત્યચૈત્યવંદના અને ઇતર અર્થાત્ અનિત્યચૈત્યવંદના. તેના વિષયક આ સુત્ર છે તેમ પરમાર્થ જાણવો. સમ્યગ્ રીતે વિચાર્યા વિના જે પ્રવચનને છુપાવે છે તેને દીર્ઘસંસારી જાણવો. દુઃખમકાલના દોષથી જીવ જેમ-તેમ ભશાંતર પ્રાપ્ત કરીને ઘણી ક૨વા યોગ્ય કરણી છોડીને સૂત્રવિરુદ્ધ નવ ભેદ ચૈત્યવંદના સુખે કરીને થોડી અંગીકાર કરે તે મૂરખ પોતે બહુ કરવા યોગ્ય કરણી ન કરે એ મોટું પાપ, બીજું મહાપાપ એ જે પોતાના કુબોધમાં સૂત્ર ઉદ્દેશીને બીજા લોકોને પ્રવર્તાવે તે. પલ્લવગ્રાહીપંડિત પોતાને જે સંશય થાય તે ગીતાર્થને સમ્યક્ પ્રકારે ન પૂછે તો તે શુદ્ઘમાર્ગથી ચૂકે છે.
એ પાઠમાં સામાચારી “તિન્નિવ” ઇત્યાદિ વ્યવહારભાષ્યના સૂત્રમાં ‘વા’ શબ્દ સૂચન કર્યું તેથી ચૈત્યવંદનમહાભાષ્યકારે ‘સંપુત્રં વા વંડ્ ‘ધ્રુતૢ વા તિન્નિડ થુક' એ બે વાક્યમાં વા શબ્દ ગ્રહણ કરીને વ્યવહારભાષ્ય સૂત્રોક્ત ‘તિત્રિ' શબ્દનો અધ્યાહાર કરીને અર્થ કર્યો કે, ત્રણ થોયે સંપૂર્ણ વંદના કરે અથવા ત્રણ થોય કહે ત્યાં સુધી ચૈત્યવંદના કરે. હે સૌમ્ય ! તમારા ત્રણ થોયના નિષેધ કરવારૂપ ઇંધણને મહાભાષ્યકારના વ્યાખ્યાનરૂપ અગ્નિએ ભસ્મીભૂત કરી નાંખ્યો તે માટે તમારી ચોથી થોયનો એકાંત મત પૂર્વાચાર્યોના મતથી વિરુદ્ધ છે માટે તમો એ મતને જલાંજલી આપી દો.
વળી ‘તિન્નિવા’ આદિ વ્યવહારભાષ્યોક્ત ગાથાનો શ્રી સંઘાચાવૃત્તિમાં શ્રી તપાગચ્છીય શ્રી દેવેન્દ્રસૂરિશિષ્ય શ્રી ધર્મકીર્તિ ઉપાધ્યાયજીએ પક્ષાંતરે આવો અર્થ કર્યો છે. તે પાઠ :