Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૨૦૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
પ્રશ્ન :- ચોથી થોય સહિત ત્રણ થોયની દેવવંદના સૂત્રાગમ આચરણાએ છે કે અર્થાગમ આચરણાએ ?
ઉત્તર :- સૂત્રાગમ આચરણાએ નથી, અર્થાગમ આચરણાએ છે.
પ્રશ્ન :- અર્થાગમ આચરણાએ છે, તો પૂર્વધર ગીતાર્થકૃત અર્થાગમ આચારણાએ છે કે બહુશ્રુત ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ છે ?
ઉત્તર ઃ- પૂર્વધર ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ નથી, પણ બહુશ્રુત ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ છે.
પ્રશ્ન :- બહુશ્રુત ગીતાર્થકૃત અર્થાગમ આચરણાએ છે, તો આગમઅનિષેધ આચરણાએ છે કે આગનિષેધ આચરણાએ છે ?
ઉત્તર ઃ- આગમઅનિષેધ આચરણાએ પણ છે અને આગમનિષેધ આચરણાએ પણ છે.
પ્રશ્ન :- આગમઅનિષેધ આચરણાએ શાથી છે અને આગમનિષેધ આચરણાએ શાથી છે ?
ઉત્તર ઃ- કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની દેવવંદના કરવી તે તો આગમઅનિષેધ આચરણા અને કારણ વિના પ્રતિક્રમણમાં ચોથી સહિત ત્રણ થોયથી દેવવંદના કરવી તે આગમનિષેધ આચરણા.
પ્રશ્ન :- ચોથી થોય સહિત ત્રણ થોયના દેવવંદન શા કારણે કહ્યા છે ? ઉત્તર ઃ- પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થોયના દેવવંદન કહ્યા છે.
:
પ્રશ્ન :- પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના કરવી કયા શાસ્ત્રમાં કહી છે ?
ઉત્તર ઃ- પૂજાદિ વિશિષ્ટ કારણે ચોથી થોય સહિત ત્રણ થોયની ચૈત્યવંદના પૂર્વધર નિકટકાલવર્તી તથા પૂર્વધર પશ્ચાત્કાલવર્તી આચાર્યોના લલિતવિસ્તરા વૃત્તિ પ્રમુખ અનેક શાસ્ત્રોમાં કહી છે.
પ્રશ્ન :- લલિતવિસ્તરા વૃત્તિના રચયિતા કોણ છે ?
ઉત્તર ઃ- લલિતવિસ્તરા વૃત્તિના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ છે.