Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૧૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અથ પૂર્વપક્ષ : પૂર્વોક્ત અસંયતી દેવતાઓની પૂજા શા માટે કરવી ? એવી આશંકા વેગળી કરવાને આચાર્ય કહે છે કે, જે કારણથી અધિકૃત બિંબના સ્વામી શ્રી તીર્થકર, તે ઇન્દ્રાદિક દેવ સર્વેને પણ કલ્યાણના કરનાર છે, તે વાતે અધિકૃત સ્વામીના બિંબ તેની પ્રતિષ્ઠાનાં તે દિદેવતાદિકોનાં પૂજા સત્કાર પ્રમુખ કરવાં સંગત યોગ્ય છે એ ગાથાનો અર્થ. તથા વળી પૂર્વોક્ત દેવતાઓની પૂજા શા માટે કરવી ? તે કહે છે - એ દિગેવતાદિ છે તે આઉત્પણાના સમાન ધર્મથી સાધર્મિક છે તથા મહર્બિક એટલે મહા ઋદ્ધિમાન છે. અને વળી મિથ્યાદૃષ્ટિ પણ દ્રવ્યથી સાધર્મ એક જ કામ કરનારા હોય છે. તે દ્રવ્ય સાધર્મી કહેવાય છે. સમ્યગ્દષ્ટિ દેવો જે કારણે કરીને સમ્યગ્દર્શન ધારણ કરે તે વાતે તેમ કહેવાય છે. એ પૂર્વોક્ત ત્રણ કારણથી જ પ્રતિષ્ઠા અવસરે એ દિગ્દરતાદિકનાં પૂજા-સત્કાર પ્રમુખ ઉચિત કૃત્ય કરવાં નિ સંગત એટલે યોગ્ય જ છે. એ પાઠમાં સમ્યગ્દષ્ટિ દેવતાઓનાં પૂજા-સત્કારાદિ કરવા કહ્યાં તે તો સાધર્મિકપણાના કારણથી કહ્યાં, અને મિથ્યાદષ્ટિ દેવતાઓનાં પૂજા-સત્કારાદિ કહ્યાં તે દ્રવ્યસાધર્મિક કારણથી કહ્યા, પણ મિથ્યા પ્રસંગ દોષ ન કહેવો, માટે પૂજા-પ્રતિષ્ઠા તથા વિજ્ઞોપશમના વગેરે કાર્ય-કારણમાં સમ્યગ્દષ્ટિ દેવતાઓનું વંદન-પૂજનસત્કાર-સન્માનાદિ કરવામાં મિથ્યાત્વ ન લાગે. તેમ જ અમદાવાદમાં પાંજરાપોળના ધર્મઉપાશ્રયમાં શેઠ જયસિંહભાઈ હઠીસિંહજીના જ્ઞાનભંડારમાં પૂર્વાચાર્ય કૃત પ્રવચનસારોદ્ધારબાલાવબોધ છે તેમાં પણ પૂર્વોક્ત કારણે સમ્યગ્દષ્ટિ દેવતાઓને આરાધવા કહ્યા છે. પણ વિના કારણે કહ્યા નથી. તે બાલાવબોધની ભાષા જેમ છે તેમ જ અહીં લખીએ છીએ. તે પાઠ :
वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिट्ठीसमाहिगराणं करेमि काउस्सग्गं
અર્થ :- શ્રી વીતરાગના શાસનની ભક્તિના કરનાર ગૌમુખયક્ષાદિ ચોવીસ તથા ચક્રેશ્વરીદેવી પ્રમુખ ચોવીસ તે શાસનના દેવતા છે, તે સાનિધ્ય કરો, સર્વ સંઘને શાંતિના કરણહાર તેઓને અર્થે કાઉસ્સગ્ન કરું છું. એ