Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૨૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર શ્રી શ્યામાચાર્યજી પ્રમુખ કૃત પ્રતિષ્ઠાકલ્પોમાં નમ: શબ્દ તથા સ્વાહા શબ્દ પૂજાવાચી કહ્યા છે. તેથી પહેલાં ચોથી થોય પૂજા-પ્રતિષ્ઠાના કારણે જ કહેવી સંભવ થાય છે. અહીં કોઈ આત્મારામજી આનંદવિજયજી સરખા કહેશે કે ચોથી સ્તુતિ પહેલાં તો કારણે કરતાં, પણ સંપ્રતિ કેટલાક કાળ પરંપરાએ વિના કારણે કરતાં આવ્યાં તેમ કરવી જોઈએ. તેને કહીએ કે હે ભદ્ર ! પહેલાં જેમ કારણે કરતાં તેમ સંપ્રતિ પણ કેટલાક કાળથી પરંપરાને કારણે જ કરતાં આવે છે. યજુર્જ શ્રીતપાછાધિરાનશ્રીદીविजयसूरिशिष्यकृतगुरुतत्त्वप्रदीपे । तथा च तत्पाठः -
ચોથી થાય પહેલાં પણ કારણે કરી અને વર્તમાનમાં પણ કારણે કરતાં થક આચાર્યપરંપરાએ આવી છે. // એ પાઠમાં પરંપરાએ પણ ચોથી થાય કારણે કહેવી કહી તો અમારું કહેવું એ છે કે મોટી ગંભીર આશયવાળા અને સમુદ્ર જેવી બુદ્ધિવાળા પહેલાંના આચાર્યોએ જે શાસ્ત્રોની રચના કરી છે તે શાસ્ત્રકારોના લેખને ખોટા રાખવાને બદલે કુતર્ક કરવાવાળા કુતર્કી કોટ્યાવધિ કુતર્ક કરે, તોપણ તે મહાપુરુષોના અસ્મલિત વચનને કોઈપણ કુતર્કી તુચ્છમતિવાળા લોકોથી પરાભવ થઈ શકે નહીં. કેમ કે પરાભવ કરવાવાળો પોતે જ પોતાની મેળે સ્મલનપણું પામે છે. કેમ કે પહેલાંના આચાર્યોના શાસ્ત્રની અપેક્ષા છોડીને પોતાની કુયુક્તિઓથી રૂઢિપરંપરા ચલાવવાને ઉદ્યમ કરવાની વાંછા રાખે છે. તેનો બોલ અણસમજ મૂખના ટોળામાં તો ઇચ્છા માફક કદાચ પ્રમાણ થઈ જાય. પણ વિવેકી જનોની આગળ તો અત્યંત નિસ્તેજ થઈ જાય પણ જૂઠો કોઈ કાળે સાચો થાય નહીં. તથા સમકિતસારનું ખંડન સમ્યક્તશલ્યોદ્ધારમાં આત્મારામજી માનંદવિજયજીએ બતાવ્યું. તેમાં પોતે પોતાના હાથથી સમ્યગ્દષ્ટિ દેવતાઓની પૂજા પ્રમુખમાં ભક્તિ આગારી સમ્યગ્દષ્ટિ શ્રાવકોને કરવી લખી, તો અણગારી સમ્યગ્દષ્ટિ શ્રાવકોને તો અર્થાત્ (અર્થાપત્તિથી) નિષેધ થઈ. અને આગારી સમ્યગ્દષ્ટિ શ્રાવક પણ સમકિત ઉચ્ચરતાં જે જે કારણના આગાર રાખે છે તે તે કારણ અપવાદકારણે સેવે છે, પણ ઉત્સર્ગે સેવતાં નથી. તો આગારી શ્રાવકને પણ કારણે શાસનદેવતા પ્રમુખની ભક્તિ કરવી અર્થાત્ સિદ્ધ થઈ, અને કારણે શાસનદેવતા પ્રમુખની ભક્તિ કરવી