Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 490
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠારા ૪૩૧ આચરણા ગ્રહણ કરવાનો અંકુર પ્રગટે નહિ. તો તેમાં સિદ્ધાંતબોધ ગ્રંથનો શો વાંક ? તથા જે પંચમહાવ્રત પાલ્યા, ઉગ્ર તપ કીધાં, ઉદ્યમે કરી બેંતાલીસ દોષ રહિત આધાર લીધો, તેમ છતાં પણ નિદ્વવાદિક મુક્તિરૂપ ફલને ન પામ્યા તે અપરાધ સર્વ કદાગ્રહનો જ છે. તેથી અસત્ રૂપ કદાગ્રહને વેગલો કરીને પૂર્વધર પૂર્વાચાર્યોના ઉક્ત ગ્રંથોના સારને સ્વહૃદયમાં અંક્તિ કરીને તેમજ આઘંત પર્યત આ ગ્રંથને વાચન સાથે એકાગ્ર ચિત્તે લક્ષ્યમાં ધારણ કરીને જે કોઈ શુદ્ધમાર્ગગવેષક ભવ્યપ્રાણી નિષ્પક્ષપાતી સમ્યક્ દષ્ટિથી ભ્રાંતિ રહિતપણે વિચાર કરશે તે પૂજા-પ્રતિષ્ઠાદિ કારણે આચરણ કરેલો અર્વાચીન ચોથી સ્તુતિનો મત તથા પૂર્વધર-પૂર્વાચાર્યોનો આચરણ કરેલો ત્રણ સ્તુતિનો મત સત્ય છે અને ચતુર્થસ્તુતિનિર્ણયોક્ત જિન આજ્ઞાથી વિપરીત મત અસત્ય છે તેવો નિર્ણય થશે. માટે અહો ભવ્યજીવો ! સંસારના દુઃખના ક્ષયના ઉપાયરૂપ જે રૂડું તત્ત્વ, જેનો કોઈ વાર નાશ જ થવાનો નથી અને પરમાનંદનો જયાં ઐક્યભાવ છે એવા મોક્ષપદને સાધન કરવાની ઇચ્છા હોય તો અશુદ્ધ દેવ-ગુરુ-ધર્મનું સેવન ત્યાગ કરીને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મને ઓળખીને અંગીકાર કરવાનો ઉદ્યમ કરવો એ જ શુદ્ધમાર્ગગવેષક પ્રાણીનું તેમજ સમ્યક્તાભિલાષી પ્રાણીઓનું મુખ્ય લક્ષણ છે. પણ ચિત્તમાં દંભ રાખી, પોતાનો ખોટો પક્ષ તે ખરો જાણી, સત્યાસત્યનો વિચાર ન કરવો, અથવા તો વિચાર કરી સત્યની ઓળખાણ થવાથી પોતાનો ગ્રહણ કરેલો પક્ષ અસત્ય જાણ્યા છતાં તેને છોડવો નહિ, અને સત્યપક્ષને ગ્રહણ કરવો નહિ એ લક્ષણ સમકિત પ્રાપ્તિ કરવાની ઉત્કંઠાવાળા જીવોનું નથી. માટે તેવી રીતે ન કરતાં દરેક ભવ્યપ્રાણીઓએ સત્યમાર્ગ ધારણ કરવા અપેક્ષિત થવું. આ ગ્રંથ અમે ફક્ત વાદ-વિવાદ અને વિરોધ ઘટાડવાને અર્થે તથા શુદ્ધબુદ્ધિથી અપક્ષપાતી સમ્યગ્દષ્ટિ પંડિત પુરુષોને સત્યાસત્ય નિર્ણય માટે કર્યો છે. પણ હઠ, દુરાગ્રહ, ઇર્ષ્યા, ધબુદ્ધિ વધારવા કર્યો નથી. તેમજ અમારે કાંઈ પક્ષપાતથી કોઈ ઉપર દ્રષબુદ્ધિ પણ નથી. માટે વાંચનાર દરેક ભવ્ય પ્રાણીએ આ ગ્રંથ નિરપેક્ષપણે લક્ષ્યમાં રાખી સદુપયોગ કરવો જ શ્રેય છે.

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494