Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 489
________________ ૪૩૦ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર શ્રુતજ્ઞાનપ્રાપ્તિનું અંગ ત્યાગ ન કરી વિપરીતાંગ ધારણ કર્યું એમ સિદ્ધ થયું. તથા શ્રી તપાગચ્છ-ખરતરગચ્છાદિકના પૂર્વાચાર્યોની પરંપરામાં શ્રુતજ્ઞાનપ્રાપ્તિનું આચરણા મૂકીને પીતાંબર પ્રમુખ કુલિંગનું આચરણ કર્યું તે શું શ્રુતજ્ઞાનના અંગનું આરાધન કર્યું કહેવાય ? અપિતુ ન જ કહેવા. કેમ કે પૂર્વપુરુષોએ તો પૂર્વધરાદિકૃત પંચાંગીમાં કથન કરેલા પરંપરાનુભવ પ્રમુખ સિદ્ધાંતપુરુષના અંગને છેદે તેને દુરભવ્ય અર્થાત્ અનંતસંસારી કહ્યા છે. માટે આત્મારામજી આનંદવિજયજી પોતાનો આત્મોદ્ધાર કરવાની જિજ્ઞાસા કરવાવાળા હોય તો પૂર્વધર પૂર્વાચાર્યોની પરંપરાએ આવેલી ત્રણ સ્તુતિ ઉત્થાપનરૂપ કદાગ્રહ તથા પૂજા-પ્રતિષ્ઠાદિ કારણ વિના સામાયિકપ્રતિક્રમણાદિમાં ચોથી સ્તુતિ સ્થાપનરૂપ આગ્રહ છોડીને શુદ્ધ સ્યાદ્વાદ જૈનશૈલી અંગીકાર કરી પોતાના અથવા પરાયા દોષને દોષ અને ગુણોને ગુણ જાણીને ગુણોનું ગ્રહણ અને દોષનું ત્યાગ ન કરી સજજનતા ભાવથી યથાર્થ પૂર્વધર પૂર્વાચાર્યોની પરંપરા અંગીકાર કરી પૂર્વોક્ત સર્વ લેખોને વાંચીને શુદ્ધકરૂપક થઈ વિચરશે તો એમનું કલ્યાણ તુરત થઈ જશે. किमधिकलेखेन बुद्धिमद्वर्येषु ॥ इति चतुर्थस्तुतिनिर्णयशंकोद्धारे अपरनाम्नि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयच्छेदनकुठारे अरिहंतादिगुणवर्णन तथा श्रुतांगनिदर्शनो नाम પોડશ: પરિચ્છેઃ આદ્દા | ( 4થ ગ્રન્થસમાણિવિજ્ઞાપના ) આ ગ્રંથની ભાવનારૂપ તત્ત્વવ્યાપારવેલી સમતારૂપ ફૂલડે જેના હૃદયમાં પ્રફુલ્લિત થઈ હશે તે પ્રાણી પૂર્વધરાદિકના ઉપદેશરૂપ અમૃતફલને આસ્વાદન કરી કુમતિકદાગ્રહરૂપ અંધપરંપર આચરણાનું નિરાકરણ કરશે અને જેને કદાગ્રહ થકી ઘણો ગર્વ વધ્યો છે ને સ્વકલ્પિત જ્ઞાનને અંશે કરી ભદ્રક જીવોને જેણે આંધળા કર્યા છે એવા જડપ્રાણી આ ગ્રંથને દેખી પંડિતાઈની ખરજે કરી વિટંબના પામશે. કેમ કે કદાગ્રહી માણસનું ચિત્ત પથ્થર જેવું છે. જેમ પથ્થરને પાણી ભેદે નહિ તેમ જિનવાણીરૂપ રસ તે કદાગ્રહી માણસમાં પ્રવેશ કરે નહિ. તેથી તેના ચિત્તરૂપ વૃક્ષમાં શુદ્ધબોધરૂપ પૂર્વધરાદિ

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494