Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૪૨૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર आयरियपरंपराएण आगयं जो य छेहबुद्धिए । कोवेइ छेयवाई जमालिनासंसनासेही ॥१॥
वृत्तिः - आचार्याः श्रीसुधर्मस्वामिजंबूनामप्रभवार्यरक्षिताद्याः तेषां पारंपर्यन्तप्रणालिका तेन आगतं यो व्याख्यानं सूत्राभिप्रायः तद्यथा व्यवहारनयाभिप्रायेण क्रियमाणमपि कृतं भवति । यस्तु कुतर्काध्यातमानसो मिथ्यात्वोपहतदृष्टितया छेकबुद्ध्या निपुणबुद्ध्या कुशाग्रीयशेमुषिकोऽहमितिकृत्वा कोपयति दूषयति अन्यथा तमर्थं सर्वज्ञप्रणीतमपि व्याचष्टे कृतं कृतमित्येवं ब्रूयात् वक्ति च न हि मृत्पिडक्रियाकाले एव घटो निष्पद्यते कर्मगुणव्यपदेशानामनुपलब्धेः सएपत्थेकवादीनिपुणोहमित्येवंवादी पंडिताभिमानी जमालिना वा जमालिनिह्नववत् सर्वज्ञामतविकोपको विनंक्ष्यति अरघट्टघटीन्यायेन संसारचक्रवाले बंभ्रमिष्यतीति नत्वसौ जानाति वराको यथाऽयं लोको घटार्थेः क्रिया मृत्खननाद्याघटमेवोपचरति तासां च क्रियाणां क्रियाकालनिष्ठाकालयोरेककालत्वात् क्रियमाणमेव कृतं भवति दृश्यते चायं व्यवहारो लोके तद्यथा - अर्थवदेवदत्ते निर्गते कान्यकुब्जं देवदत्तो गत इति व्यपदेशः तथा दारुणि च्छिद्यमाने प्रस्थकोऽयमिति व्यपदेशः इत्यादि ॥
આ પાઠમાં આચાર્ય શબ્દ શ્રી સુધર્માસ્વામી તથા જંબૂસ્વામી, પ્રભવસૂરિ પ્રમુખ કહ્યા. તેમની પ્રણાલિકા એટલે પરંપરાએ કરીને આવેલા સૂત્ર વ્યાખ્યાનોપલક્ષિત આચરણા તેને ઉચ્છેદન કરે તે જમાલીની પેઠે સમ્યત્વનો વિનાશ પામે એમ કહ્યું છે. તથા આત્મારામજી આનંદવિજયજી ચતુર્થસ્તુતિ નિર્ણય પૃષ્ઠ ૧૭૪ તથા ૧૭પમાં શ્રી સૂયગડાંગસૂત્રનિર્યુક્તિની ગાથા લખીને જે અર્થ લખે છે તે વૃત્તિકારના અભિપ્રાય મુજબ અર્થ નથી. તેથી પોતાના કરેલા અર્થથી પોતે જ જમાલીની પેઠે નાશને પ્રાપ્તમાન થાય છે. કેમ કે વૃત્તિકારકૃત અર્થના અભિપ્રાયથી તો ગણધર-પૂર્વધરાદિક આચાર્યોની પરંપરાએ આવેલી આચરણા અર્થાત્ શ્રી ભદ્રબાહુસ્વામીજી પ્રમુખ પૂર્વધર