Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
સાધુ તથા શ્રાવકને દિન પ્રતે ઉત્કૃષ્ટુ ૭ વાર ચૈત્યવંદન કરવું સમ્યક્ત્વ નિર્મલ કાજે. તથાહિ -
૩૫૮
पडिक्कमणे१चेइय२जिमण३ चरिम ४पडिक्कमण५ सुयण६ पडिबोहे७ । चियवंदण हि जयणो सत्त उ वेला अहोरत्ते ॥५९॥
પ્રભાતકાલે વિશાલલોચનરૂપ ચૈત્યવન્દન કરવું એહ પ્રથમ ૧. ચેઈય કે : શ્રી તીર્થંકર ભગવંતને દેહરે જઈને નિત્ય ચૈત્યવન્દન કરવું તે જોગવાઈ ન હોય તો ઈશાન ખૂણે શ્રી સીમંધરસ્વામી સન્મુખે ચૈત્યવન્દન કરવું ૨. જિમણ કે : પચ્ચક્ખાણ પારતી વેળાએ ચૈત્યવન્દન કરીને સજ્ઝાય કરીને પચ્ચક્ખાણ પારવું પછી આહાર લેવો ૩. ચિરમ કે : આહાર લેઈને પછી ચૈત્યવન્દના કરીને પાણી પીવું ૪ પડિક્કમણ કે : સંધ્યાએ પડિક્કમણું કરતાં થતાં નમોડસ્તુ વર્ધમાનાય એહ બિહું એક પડિક્કમણાનું ચૈત્યવન્દન ગણવું પ. સૂયણ કે ઃ પોરિસી રાત્રિની વેલાએ ચઉક્કસાય જે કહેવું તે છઠ્ઠું ચૈત્યવન્દન ૬. પડિબોહિ કે : પાછલી રાત્રે જાગી કુસુમિણ દુસુમિણ કાઉસ્સગ્ગ કરીને ચૈત્યવન્દન જગચિંતામણિ આદિનું કહેવું એ સાતમું ૭. એ ચૈત્યવન્દન જઇણો કે : યતિને સાધુને અહોરાત્રમાં કરવું જે સમ્યદૃષ્ટિ જીવ શ્રાવક જઘન્ય ત્રણ કાલે પૂજા કરે ત્રણ કાલ ચૈત્યવન્દન કરે, એક વાર પડિક્કમણું કરે તે ૫ વાર ચૈત્યવંદન કરે, જે બે ટંક પડિક્કમણું કરે તેને ૭ વાર ચૈત્યવંદન થાય.
તથા પૂર્વાચાર્યોના ગ્રંથોમાં પ્રતિક્રમણના વિધિમાં પણ પ્રતિક્રમણના આદિ-અંતમાં સામાન્ય પ્રકારે એટલે જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદન કહી છે. તે કેટલાક પાઠ ભવ્ય જીવોને જ્ઞાપન કરવાન લખીએ છીએ. પહેલાં સુવિહિત શ્રી દેવસૂરિજીકૃત યતિદિનચર્યાનો પાઠ :
गाथा - जिणवंदणमुणिनमणं सामाइ अपुव्व काउस्सग्गो अ । देवसिअं अइआरं अणुकम्मसो इत्थ चिंतेज्जा ॥ २९ ॥
जिनवंदनं करोति चैत्यवन्दनं कृत्वा देववन्दनं करोति देववन्दनं कृत्वा गुरुवन्दनं करोति यथा भगवन्नहमित्यादि ॥