Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૪૦૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કાયોત્સર્ગ તથા શ્રાવકને વિપ્નવિઘાતન કારણે સમ્યગ્દષ્ટિ દેવ-દેવીની પુજા દઢ કરે છે. તે પાઠ ઉપર લખી આવ્યા છીએ. માટે પ્રવચનસારાદિ વૃત્તિકારે પણ સર્વ વિઘ્ન વિનાશ કરવાને ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ સ્તુતિ પ્રતિપાદન કરી તે નિરંધર ધર્માદિકાર્યમાં વિઘ્ન સંભવે નહિ, પણ શાંતિપૂજા-પ્રતિષ્ઠાદિ વિશિષ્ટ કારણે સ્નાત્રકારકોને પ્રતિક્રમણના અંત વિભાગમાં ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ સ્તુતિ કહેવી, તે અભિપ્રાયથી ટીકાકારે સ્તુતિ પ્રતિપાદન કરી સંભવે છે અને જો એમ સંભવમાન ન કરીએ તો પૂર્વાચાર્ય તથા ઉપાધ્યાયજી પ્રમુખના વચન વિરોધ પામે. કારણ કે પૂર્વાચાર્ય તથા ઉપાધ્યાયજી પ્રમુખે તો અવગ્રહયાચન નિમિત્તે જ ક્ષેત્રદેવી પ્રમુખનો કાયોત્સર્ગ કહ્યો, પણ સ્તુતિ ન કહી અને પ્રવચનસારોદ્ધારાદિ વૃત્તિકારે વિદ્ગવિનાશ નિમિત્તે ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ અને સ્તુતિ કહી એમ પરસ્પર ગીતાર્થોના વચન વિરોધ પામે, પણ ગીતાર્થોના વચન પ્રાયે પરસ્પર વિરોધ હોય નહિ. માટે તો વિહારાદિ કારણે તથા પખી, ચોમાસી, સંવછરીના અંતભાગમાં ક્ષેત્રદેવી પ્રમુખનો કાયોત્સર્ગ અવગ્રહયાચના નિમિત્તે સંભવે અને શ્રાવકને પ્રતિષ્ઠાદિ વિશિષ્ટ કારણે વિદ્ગવિનાશને અર્થે ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ સ્તુતિ સહિત કરવો સંભવે. કેમ કે કારણે ચતુર્વિધ સંઘને પણ દેવાદિકને પ્રશસ્ત બલિ દેવો આવશ્યકચૂર્ણિ અધ્યયનરમાં કહ્યું છે. તે પાઠ :
पसत्थदेवबले य अप्पसत्थदेवबले य पसत्थदेवबले दुब्बलियपूसमित्तपमुहेण संघेण देवयाए बलिनिमित्तं काउस्सग्गो कतो अप्पसत्थदेवबले बगलमहिसपुरिसमादिहिं चंडियातीणं रुद्ददेवयाणं जागा कीरंति ॥
આ પાઠનો ભાવાર્થ સુગમ છે. પણ તાત્પર્યાર્થ એ છે કે કારણે પણ સમ્યગ્દષ્ટિ પ્રશસ્તબલિ દેવ પણ મિથ્યાષ્ટિઓની પેઠે અપ્રશસ્તબલિ ન દે. માટે કારણે ક્ષેત્રદેવ પ્રમુખને પ્રશસ્ત બલિ દેવો સંભવે. પણ કારણ વિના ન સંભવે. પછી તો નિરપેક્ષપણે સિદ્ધાંતવેત્તા કહે તે સત્ય.
પૂર્વપક્ષ:- નો કરને સે પ્રતિક્રિન ક્ષેત્રવતા ગૌર કૃતવતા ક્યા કાયોત્સા करने से मिथ्यात्व किंवा पाप लगता है, तो फिर पाक्षिक-चातुर्मासी अरु