Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૪૨૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
मिथ्यादृशोऽपि हि वरं कृतमार्द्दवा ये, सम्यग्दृशोऽवि नवरं कृतमत्सरा ये ते । मेचका अपि शुका: फलशालिभोज्या, भव्याः सिता अति बका न हि मीनभक्ष्याः ॥१ ॥ इति सूक्तावलीग्रन्थे ॥
આનો અર્થ સરળ સ્વભાવી મિથ્યાર્દષ્ટિએ ભલા, પણ મત્સરવંત સમ્યદૃષ્ટિ એ ભલા નહિ, જેમ કાળા એ સૂડલા ભલા જે માટે ફલરાશિ ખાય, પણ ઉજળા એ બગલા ભલા નહિ, જે માટે માછલા ખાય III તથા નયસાર, ધનશ્રેષ્ઠી, સંગમાદિક મિથ્યાત્વીનું પણ દાન ઘણા ગ્રંથને વિશે અનુમોદનીય દેખાય છે. III અહીં પૂર્વે કહેલા ગ્રંથોમાં માર્ગાનુસારી કૃત્ય અનુમોદ્યા તે મન-વચન-કાયાએ કૃત-કારિત-અનુમોદન વિષયક આત્મોત્સાહરૂપ અનુમોદના તે પ્રશંસનીય પણ જાણવી. કેમ કે જે આત્મસાક્ષિકી તે અનુમોદના અને પરસાક્ષિકી તે પ્રશંસા ગ્રંથાંતરોમાં કહી છે. તેથી જે અનુમોદનીયકૃત્ય તે પ્રશંસનીયપણે હોય. માટે વર્ણવાદ સમ્યદૃષ્ટિ તથા મિથ્યાર્દષ્ટિનો અધિકાર પ્રાપ્ત ભાષણરૂપે અનેક પ્રકારે છે. તે કારણથી ચતુર્થ સ્તુતિ એ જ દૈવાદિકનો વર્ણવાદ સિદ્ધ થતો નથી. કારણ કે ચતુર્થ સ્તુતિ આચરણા પૂર્વે પણ વર્ણવાદનો પાઠ તો આગમપ્રસિદ્ધ છે અને પૂર્વાચાર્ય વારે આગમગ્રંથોના અભિપ્રાયથી ત્રણ સ્તુતિએ દેવવંદન કરતાં એવું સિદ્ધ થાય છે, તો શું પૂર્વાચાર્યાદિકના સમયે દેવોના વર્ણવાદ નો’તા કરતા ? તથા ચતુર્થસ્તુતિ ન કરતાં તેથી શું સર્વ દુર્લભબોધિ થયા ? એ યુક્તિ કોઈ ભાસન થતી નથી. કેમ કે પૂર્વાચાર્યવારે અધિકા૨પ્રાપ્ત તથા ભાષણરૂપે દેવાદિકને વર્ણવાદ કરતાં, પણ ચતુર્થસ્તુતિરૂપે નહોતા કરતાં. તેથી એકાંતે ચતુર્થસ્તુતિ એ જ દેવાદિકનો વર્ણવાદ સંભવતો નથી તથા અરિહંતાદિકનો વર્ણવાદ છે તે સ્વઆશ્રયી છે અને દેવાદિકનો વર્ણવાદ છે તે તેમના કૃત્ય આશ્રયી છે. તેથી જ્યારથી ચતુર્થસ્તુતિની આચરણા આચાર્યોએ કરી ત્યારથી પૂજોપચારાદિકમાં સ્વકૃત ઉપયોગદાનાર્થ ગુણવર્ણનાત્મક સ્તુતિ અને શાંતિ-પૂજા-પ્રતિષ્ઠાદિ કાર્યમાં વિઘ્નવિનાશ ઉપયોગદાન ગુણવર્ણનસ્તુતિએ કરી દેવાદિકના વર્ણવાદ પૂર્વોક્ત ગ્રંથોના