Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 466
________________ ૪૦૭ ચતુર્થસ્તુતિયુક્તિનિર્ણયછેદનકુઠાર અગિયારમો ઉત્પાદનાદોષ સંભવ થાય છે. તેમજ ગ્રંથાંતરમાં કહ્યું છે. તે પાઠ : खित्तावगाहकज्जे खित्तासूरीसंथवकरंताणं । साहूण वसहिदोसो उय्यपायणइगारसमो ॥ १६५ ॥ તથા અર્વાચીનકાલવર્તી ન્યાયસરસ્વતીબિરુદધા૨ક મહોપાધ્યાય શ્રી યશોવિજયજી પણ પ્રતિક્રમણગર્ભહેતુસ્વાધ્યાયમાં પૂર્વોક્ત ન્યાયને અભિપ્રાય અવગ્રહયાચનનિમિત્તે ક્ષેત્રદેવતાદિકનો કાયોત્સર્ગ લખે છે, પણ સ્તુતિ લખતાં નથી. તે પાઠ : તીર્થાધિપવીરવંદનરૈવતમંડન શ્રીનેમિતિત્વ સાર ચ., અષ્ટાપદ નતિ કરીય સુયદેવયા કાઉસ્સગ્ગ નવકાર ચ.; ક્ષેત્રદેવતા કાઉસ્સગ્ગ ઇમ કરો અવગ્રહયાચનહેત ચ., પંચમંગલ કહી પૂંજી સંડાસગ મુહપત્તિ વંદન હેત ચ. IILII અહીં કોઈ કહેશે જે કાઉસ્સગ્ગ કહ્યો ત્યાં સ્તુતિ તો આવી જ. જેમ પ્રાહુણાને રોટલાનું કહેવું તે શાક તો આવ્યું જ. તેને કહીએ કે હે દેવાનુપ્રિય ! ટૂંઢિયા પણ કહે છે કે મુહપત્તિ બાંધવી કહી તો દોરો પણ ભેગો આવ્યો. એવી ઢુંઢિયાઓની પેઠે કુયુક્તિ કરવી યુક્ત નથી. કેમ કે પ્રવચનસારોદ્વાર આદિ વૃત્તિમાં પ્રગટ ક્ષેત્રદેવતાદિકની સ્તુતિ કહી છે અને ઉપાધ્યાયજી પ્રમુખે અવગ્રહયાચનનિમિત્તે ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ જ પ્રતિપાદન કર્યો, પણ સ્તુતિ પ્રતિપાદન ન કરી. તો શું તે મહાપુરુષોને પ્રવચનસારાદિ ગ્રંથ જોવામાં આવ્યા નહિ હોય, તેથી એમ લખ્યું ? પણ એમ ન સમજવું. કેમ કે જે ઉપયોગી ગીતાર્થ ગ્રંથોના પૂર્વપરવિરોધ ટાલીને જ ગ્રંથમાં લખે છે. કેમ કે પ્રવચનસારાદિગ્રંથ વૃત્ત્પાદિકમાં જ લખે છે કે સર્વવિઘ્નનિવૃત્તન-નિમિત્ત ક્ષેત્રદેવતાયા: ાયોત્સર્ગ: હાર્ય । एकनमस्कारचिंतनं कृत्वा तदीयस्तुति परेण वा दीयमानां शृणोति ॥ ભાવાર્થ :- સર્વવિઘ્નવિનાશ કરવાને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો. એક નવકાર ચિંતન કરીને તેની સ્તુતિ કહેવી તથા સાંભળવી તેમજ જીવાનુશાસનવૃત્તિમાં પણ ઉપદ્રવ વિનાશન અર્થે સાધુને ક્ષેત્રદેવીનો

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494