Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૯૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર એક યોજનમાં વ્યાપ્તમાન ભગવંત વાણી કહે. અહીં એમ કહ્યું જે ભગવાનની ધ્વનિ સર્વ સમવસરણમાં રહ્યા એવા સંજ્ઞી જીવોએ વાંડ્યા જે અર્થ તેને પ્રાપ્તિની કારણભૂત થાય. કારણ કે ભગવાનના એવા અતિશય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે સર્વ કાર્ય કરી રહ્યા એવા ભગવાન શા માટે તીર્થને નમે છે ? તેને ઉત્તર - તીર્થ નામ શ્રુતજ્ઞાનનું છે તે શ્રુતજ્ઞાનપૂર્વક અરિહંત તીર્થકર્તા તેના (શ્રુતજ્ઞાનના) અભ્યાસથી તીર્થકર થયા એટલે પૂર્વે શ્રુતજ્ઞાન પામ્યા પછી તે શ્રુતજ્ઞાને કરી ક્રિયાકલાપ કરવાથી તીર્થકર થયા. એ શ્રુતનો ઉપચાર જાણી શ્રુતજ્ઞાનને નમે છે. વળી, તીર્થકર જેની પૂજા કરે તે લોકમાં પૂજિત છે એવું જણાવવાનું પણ નમસ્કારપ્રવૃત્તિ છે. તથા વિનયમૂલ ધર્મ કર્યો થાય એટલે વિનય જાણવો. અથવા જે કૃતકૃત્ય થયા તે પણ કથા કહે, શ્રતને નમે, તો બીજાઓને તો અવશ્ય એમ કહ્યું. અહીં કોઈ વલી પ્રશ્ન કરે કે એમ ધર્મ કહેવો તે પણ કૃતકૃત્યને ન જોઈએ ? તેનો ઉત્તર એ છે જે એમ ન બોલવું. કેમ કે એ ભગવાનને હાલમાં તીર્થકરનામગોત્રકર્મનો વિપાક માટે ધર્મકથા છે. ને એમ ન માનશો તો તે તીર્થકરનામકર્મનો વિપાક કેમ છૂટશે ? એ નિર્યુક્તિનું વચન છે. એ પાઠમાં તો તીર્થ શબ્દ શ્રતને નમસ્કાર છે. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનું કથન નથી ર તથા દીપિકામાં પણ એમ જ છે. તે પાઠ :
तित्थ नमो तित्थस्सेत्युक्त्वा प्रणामं कृत्वाऽर्धमागधगिरा सर्वसंज्ञिनां योजननिर्हारिणा योजनव्यापिना कथयति छ।।४६॥ किं तीर्थं नमतीत्याह - तप्पुविए० तीर्थं प्रवचनं तत्पूर्विका अर्हता पूजितेन पूजाऽस्य कृता स्यात् लोकस्य पूजितपूजकत्वात् लोके विनयमूलधर्मस्थापनाय विनयकर्म च कृतं स्यात् यद्वा कृतकृत्योऽपि प्रभुर्यथा धर्मकथां तथा तीर्थमपि नमति ॥४७॥
આ કથનમાં પણ પૂર્વ જેવું જ કથન છે, પણ સંક્ષેપાર્થ કહે છે. નમો તિર્થીમ્સ એમ પ્રણામ કરી અર્ધમાગધી ભાષામાં સર્વ સંજ્ઞી જીવોને સાધારણ શબ્દ કરી યોજનવ્યાપક વાણી કહે પણ તીર્થને શા માટે નમે ? તે કહે છે - પ્રવચન જાણવાથી અર્હત્ થયા તેની પૂજા કરી થયા લોક પૂજિતને પૂજે છે