Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
४००
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
તીર્થંકરે નમસ્કાર જે તીર્થને કર્યો તે તો ટીકાકારે ખુલાસાથી શ્રુતનો લખ્યો છે અને ભગવતીમાં સંઘને તીર્થ કહ્યો છે પણ ત્યાં તીર્થંકર નમે એવું કહ્યું नथी. ते पाठ :
तित्थं भंते तित्थे तित्थंकरे तित्थे ॥ १ ॥ गोयमा अरहा ताव णियमं तित्थंगरेति तित्थे पुण चाउवण्णाइणे समणसंघे तंजहा समणासमणीओ सावगा - सावियाओ पवयणं भंते पवयणं पावयणीपवयणं गोयमा अरहा ताव णियमं पावयणी पवयणं पुण दुवालसंगे गणिपीडगे तंजहा आयारो जाव दिट्टिवाओ ।
वृत्ति: तित्थं भंते इत्यादि । तीर्थं संघरूपं भदंत तित्थंति तीर्थशब्दवाच्य उत तीर्थकरस्तीर्थं तीर्थशब्दवाच्यं इति प्रश्नः । अत्रोत्तरं अर्हन् तीर्थकरस्तावत्तीर्थप्रवर्त्तयिता न तु तीर्थं । तीर्थं पुनः चाउवणाइणे समणसंघेति चत्वारो वर्णा यत्र स चतुर्वर्णः स चासावाकीर्णश्च क्षमादिगुणैर्व्याप्तश्चतुर्वर्णाकीर्णः क्वचित् चडवणेसमणसंघेति पठ्यते तच्च व्यक्तमेवेति उक्तानुसार्य्येव । आह पवयणं भंते इत्यादि । प्रकर्षेणोच्यतेऽभिधेयमनेनेति प्रवचनमागमस्तत भदंत प्रवचनं प्रवचनशब्दवाच्यं काक्काध्येतव्यं उत प्रवचनी प्रवचन प्रणता जिन: प्रवचनं दीर्घता च प्राकृतत्वात् ॥
એ પાઠનો પરમાર્થ એ છે કે ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે ભગવાન્ ! તીર્થ સંઘરૂપ તે તીર્થ શબ્દનો વાચક છે કે તીર્થંકર તીર્થ શબ્દ વાચક છે ? એમ પૂછે ઉત્તર આપ્યો જે અરિહંત છે તે તો તીર્થંકર, તીર્થ પ્રવર્તાવનારા છે અને તીર્થ તો ક્ષમાદિ ગુણે વ્યાપ્ત એવો ચતુર્વર્ણ સંધરૂપ છે. તેને यतुर्वर्णाङ्गीएर्स डीजे. ओ हेडअो "चडवणे समणसंघे" वो पाठ छे, તેનો પણ અર્થ સુગમ એટલે ચાર વર્ણ સાધુ ॥૧॥ સાધ્વી ॥૨॥ શ્રાવક ||૩|| શ્રાવિકા ॥૪॥ એ તીર્થ છે. તીર્થંકર કર્તા છે તે તીર્થ નથી. એ પ્રશ્નોત્તરમાં તીર્થ શબ્દ ચતુર્વિધસંઘ કહ્યો તેમાં પ્રવચન રહ્યું છે માટે. પ્રવચનનો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ પ્રવચન તે પ્રવચન છે કે પ્રવચની તે પ્રવચન પ્રરૂપનારો