Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૪૦૧ પ્રવચન છે ? એ પ્રશ્ન. તેનો ઉત્તર – હે ગૌતમ ! અરિહંત તો નિશ્ચ પ્રવચનના પ્રરૂપક છે તે પ્રવચન નથી. પ્રવચન તો વળી બાર અંગ ગણી કરંડિયો (દ્વાદશાંગ ગણિપીટક) આચારાંગાદિક તે પ્રવચન છે.
એ પાઠમાં પ્રથમ પ્રશ્નોત્તરમાં તીર્થ શબ્દ ચતુર્વિધ સંઘ કહ્યો. એને લગતો જ પ્રવચનનો પ્રશ્નોત્ર કહ્યો છે. તે આધારઆધેયભાવસંબંધે કરી ચતુર્વિધ સંઘને તીર્થ કહ્યો સંભવે છે. તેથી જ આવશ્યકવૃજ્યાદિકમાં પ્રવચન તે શ્રુતજ્ઞાન અને પ્રવચનના કર્તા પ્રથમ ગણધરને તીર્થ શબ્દ કરી ગ્રહણ કર્યા છે. માટે તીર્થ શબ્દ ૧II શ્રુતજ્ઞાન //રા પ્રથમ ગણધર અને Ilal ચતુર્વિધ સંઘ આ ત્રણે અર્થ જાણવા, પણ શ્રી તીર્થંકરદેવ તો તીર્થ શબ્દ શ્રુતજ્ઞાનને પરમ ઉપકારી ગુણાધિક જાણીને નમસ્કાર કરે અને સામાન્ય કેવલી તે તીર્થકરને તથા તીર્થ શબ્દ કરી પ્રથમ ગણધરને પ્રવચનના પ્રરૂપક તથા પ્રવચનના કર્તા એ અપેક્ષાએ ગુણાધિક જાણી નમસ્કાર કરે અને યાવત્ નિરતિશયવંત સાધુ તે અતિશયવંત સાધુને ગુણાધિક જાણી તીર્થ શબ્દ નમસ્કાર કરે, પણ ગુણહીનને નમસ્કાર કરે નહીં. અને ચતુર્વિધસંઘને નમસ્કાર છે તે પણ શ્રતને જ છે. કેમ કે શ્રતના આધેયથી જ ચતુર્વિધ સંઘને તીર્થ કહ્યો છે. તેથી નમો લોએ સવ્વસાહૂણં એ પાઠમાં શિષ્ય ગુરુ નમસ્કારવત્ તીર્થ શબ્દ કરી ચતુર્વિધસંઘને સમુદાયવાચી નમસ્કાર સંભવે છે. પણ જુદા જુદા નામ પાડી નમસ્કાર સંભવતો નથી. અને જો જુદા જુદા નામ પાડી નમસ્કારનો સંભવ કરીએ તો સાધુ શ્રાવકને નમે અને શ્રાવક સાધુને નમે એ વ્યવહાર જિનશાસનમાં દેખાતો નથી. તેનો લોપ થાય. કેમ કે મહાવ્રતની ધારણ કરનારી સંદેશ ગુણઠાણે રહી સાધ્વીજીને પણ સાધુ નમતાં નથી, તો હીન ગુણસ્થાનકે રહ્યા શ્રાવકાદિકને કેમ નમે? અને હીન ગુણસ્થાનકે રહ્યા શ્રાવકાદિકને ન નમે તો અવિરતિ ગુણસ્થાનકે રહ્યા દેવ-દેવીને તો નમે જ કેમ? અર્થાત્ ન જ નમે. તથા કોઈ તીર્થ શબ્દથી સમકિતીને નમસ્કાર તીર્થકર કરે એમ કહે છે. તે તો નિષ્કવલ ઉસૂત્રપ્રરૂપક છે. કેમ કે સિદ્ધ તથા શ્રુતજ્ઞાન એ બેને તીર્થકર નમસ્કાર કરે એમ તો જૈન સિદ્ધાંતોમાં લેખ છે, પણ એ બે સિવાય બીજા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા-દેવ-દેવી પ્રમુખને તીર્થકર નમસ્કાર કરે એવો તો કોઈ જૈનસિદ્ધાંતમાં લેખ નથી. માટે તીર્થ શબ્દ કરી ચતુર્વિધ સંઘને