Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૯૯ માટે વિનયમૂલ ધર્મ સ્થાપન કર્યો એટલે વિનય બતાવ્યો. ઇત્યાદિ એમાં પણ તીર્થ નામ શ્રતનું છે. ફી
તથા ગુણાધિક વિના વાંદવાની પ્રવૃત્તિ પણ જણાતી નથી. કેમ કે એ જ આવશ્યકમાં કેવલી પ્રમુખને પણ સમવસરણમાં ગુણાધિક વાંદવાની પ્રતિપત્તિ જણાવી છે. એટલે જે પર્ષદામાં બેસે તે કેવલી ત્રણ પ્રદક્ષિણા કરી તીર્થકરને વાંદે, પછી તીર્થ શબ્દ ગણધરપદ ગુણાધિક તેને વાંદે, પછી ગણધર પાછળ બેસે. પણ બીજા સાધુ-સાધ્વી તીર્થ શબ્દથી ચતુર્વિધ સંઘમાં છે તોપણ ગુણાધિક વિના તેમને વાંદે નહીં, તો અવિરતિ દેવ-દેવ્યાદિકને વાંદવાનો વ્યવહાર ધર્મ સંબંધમાં ક્યાંથી સંભવે ? તથા ૨ તત્વા: – केवलिणो तिऊण जिणं तित्थपणामं च मग्गओ । तस्समणमाईवि नमं तावयं तिसट्ठाणसट्ठाणं ॥३४॥ એની ટીકાનો પાઠ :
केवलि गाहा० व्या. केवलिनस्त्रिगुणं त्रिः प्रदक्षिणीकृत्य जिनं तीर्थकरं तीर्थं प्रणामं च कृत्वा मार्गतस्तस्य तीर्थस्य गणधरस्य निषीदंतीति क्रियाध्याहारः मणमाईत्ति मनःपर्यवज्ञानिनोऽपि भगवंतमभिवंद्य तीर्थं केवलिनश्च पुनः केवलिपृष्ठतो निषीदंतीति आदिशब्दात् निरतिशयसंयता अपि तीर्थंकरादिनभिवंद्य मनःपर्यायज्ञानिनां पृष्ठतो निषीदंती तथा वैमानिकदेव्योऽपि तीर्थंकरादीनभिवंद्य साधुपृष्ठतः तिष्ठति न निषीदंति इत्यादि ॥
એનો ભાવાર્થ એ છે કે જે સમવસરણમાં ૧૨ પર્ષદા બેસે ત્યારે કેવલી ત્રણ પ્રદક્ષિણા કરીને તીર્થકરને નમે, બીજા મન:પર્યવજ્ઞાનના ધરનાર તે ભગવંતને વાંદી તીર્થ અને કેવલીઓને નમીને કેવલી પાછળ બેસે. આદિ શબ્દથી અતિશયવંત સાધુ પણ તીર્થંકરાદિકને વાંદી મન:પર્યવજ્ઞાનીઓની પાછળ બેસે, એ રીતીથી જાણીએ છીએ કે ગુણાધિકોને વાંદવાનો વ્યવહાર છે. અહીં તીર્થ શબ્દ ગણધરવાચી પણ છે. ત્યાં કોઈ કહેશે કે કેવલીથી અધિક ગણધર કેમ ? તેને કહીએ કે ગણધરપદવી માટે અધિક છે પણ