Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 461
________________ ૪૦૨ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તીર્થકર નમતાં નથી. તેમ અવિરતિ ગુણસ્થાનકે રહ્યા દેવ-દેવીઓને સાધુ-સાધ્વી પણ નમતાં નથી અને વાંદે તો શ્રી નિશીથ પ્રમુખ જૈન સિદ્ધાંતોમાં અસંયતિને વાંદવાનો મહાદોષ પ્રાયશ્ચિત્ત લખ્યો છે. ઇતિ અલ વિસ્તરણ || પ્રશ્ન :- પૂર્વોક્ત દેવતાઓને કારણ વિના વંદના પ્રમુખનો મહાદોષ લખો છો તો તમે ક્ષેત્રદેવતાદિકનો કાયોત્સર્ગ શા માટે કરો છો ? જવાબ :- કારણ વિના આજ્ઞાનિમિત્તે કરીએ છીએ, પણ સહાય નિમિત્તે કરતાં નથી. તથા શ્રી હરિભદ્રસૂરિજીએ પંચવસ્તુક ગ્રંથમાં આચરણાથી શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાદિકનો કાયોત્સર્ગ કરવો કહ્યો છે. તે પ્રમાણે અમે પણ કરીએ છીએ. તથા ૪ તત્પતિ: थुईमंगलंमि गुरुणा उच्चरिए सेसेसगा थुई बिंति । चिटुंति तओ थोवं कालं गुरुपायमूलम्मि ॥१०॥ व्याख्या - स्तुतिमंगले गुरुणा आचार्येण उच्चारिते सति ततः शेषाः साधवः स्तुतिं ब्रुवते वदतीत्यवर्थः । तिष्ठन्ति ततः प्रतिक्रांतानंतरं स्तोकं कालं क्वेत्याह गुरुपादमूले आचार्यान्तिके इति गाथार्थः ॥ प्रयोजनमाह - पम्हे?मेरसायणओ उप्फेडिओ हवइ एवं । आयरण सुअदेवयमाइणं होइ उस्सग्गो ॥११॥ व्याख्या - तत्र विस्मृतं स्मरणं भवति विनयश्च फेटितो नामतीतो भवत्येव उपकार्यासेवनेन एतावत्प्रतिक्रमणं आचरणात् श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः अत्र आदिशब्दात् क्षेत्रभवनदेवता परिग्रहः इति થાર્થ: | આ પાઠમાં પ્રતિક્રમણ કર્યા પછી આચરણાથી શ્રુતદેવતાદિકનો કાયોત્સર્ગ કરવો કહ્યો તે શ્રુત સમૃદ્ધિ તથા અવગ્રહયાચનરૂપ આજ્ઞાનો છે, પણ સહાયનો નથી. તે કાયોત્સર્ગકરણરૂપ આચરણા પૂર્વધારીઓના સમયમાં પણ પાક્ષિક-ચાતુર્માસિક-સંવત્સરિક સંબંધી દેવસિક પ્રતિક્રમણમાં પ્રવર્તતી

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494