________________
૪૦૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તીર્થકર નમતાં નથી. તેમ અવિરતિ ગુણસ્થાનકે રહ્યા દેવ-દેવીઓને સાધુ-સાધ્વી પણ નમતાં નથી અને વાંદે તો શ્રી નિશીથ પ્રમુખ જૈન સિદ્ધાંતોમાં અસંયતિને વાંદવાનો મહાદોષ પ્રાયશ્ચિત્ત લખ્યો છે. ઇતિ અલ વિસ્તરણ ||
પ્રશ્ન :- પૂર્વોક્ત દેવતાઓને કારણ વિના વંદના પ્રમુખનો મહાદોષ લખો છો તો તમે ક્ષેત્રદેવતાદિકનો કાયોત્સર્ગ શા માટે કરો છો ?
જવાબ :- કારણ વિના આજ્ઞાનિમિત્તે કરીએ છીએ, પણ સહાય નિમિત્તે કરતાં નથી. તથા શ્રી હરિભદ્રસૂરિજીએ પંચવસ્તુક ગ્રંથમાં આચરણાથી શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાદિકનો કાયોત્સર્ગ કરવો કહ્યો છે. તે પ્રમાણે અમે પણ કરીએ છીએ. તથા ૪ તત્પતિ:
थुईमंगलंमि गुरुणा उच्चरिए सेसेसगा थुई बिंति । चिटुंति तओ थोवं कालं गुरुपायमूलम्मि ॥१०॥ व्याख्या - स्तुतिमंगले गुरुणा आचार्येण उच्चारिते सति ततः शेषाः साधवः स्तुतिं ब्रुवते वदतीत्यवर्थः । तिष्ठन्ति ततः प्रतिक्रांतानंतरं स्तोकं कालं क्वेत्याह गुरुपादमूले आचार्यान्तिके इति गाथार्थः ॥
प्रयोजनमाह - पम्हे?मेरसायणओ उप्फेडिओ हवइ एवं । आयरण सुअदेवयमाइणं होइ उस्सग्गो ॥११॥ व्याख्या - तत्र विस्मृतं स्मरणं भवति विनयश्च फेटितो नामतीतो भवत्येव उपकार्यासेवनेन एतावत्प्रतिक्रमणं आचरणात् श्रुतदेवतादीनां भवति कायोत्सर्गः अत्र आदिशब्दात् क्षेत्रभवनदेवता परिग्रहः इति થાર્થ: |
આ પાઠમાં પ્રતિક્રમણ કર્યા પછી આચરણાથી શ્રુતદેવતાદિકનો કાયોત્સર્ગ કરવો કહ્યો તે શ્રુત સમૃદ્ધિ તથા અવગ્રહયાચનરૂપ આજ્ઞાનો છે, પણ સહાયનો નથી. તે કાયોત્સર્ગકરણરૂપ આચરણા પૂર્વધારીઓના સમયમાં પણ પાક્ષિક-ચાતુર્માસિક-સંવત્સરિક સંબંધી દેવસિક પ્રતિક્રમણમાં પ્રવર્તતી