Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૯૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
છે તે સિદ્ધોની પેઠે ઇષ્ટદેવ છે. તથા ચોત્તે શ્રી માવતીસૂત્રવૃત્તૌ ।
तत्पाठः
"
नमो सुयस्सत्ति । नमस्कारोऽस्तु श्रुताय द्वादशांगीरूपायार्हत्प्रवचनाय नन्विष्टदेवतानमस्कारो मंगलार्थो भवति न च श्रुतमिष्टदेवतेति कथमयं मंगलार्थ इति ? अत्रोच्यते श्रुतमिष्टदेवतैवार्हतां नमस्करणीयत्वात् सिद्धवन्नमस्कुर्वति च श्रुतमर्हतो नमस्तीर्थायेति भणनात् तीर्थं च श्रुतं संसारसागरोत्तारणासाधारणत्वात् तदाधारत्वेनैव च संघस्य तीर्थशब्दाभिधेयत्वात् तथा सिद्धानपि मंगलार्थमर्हतो नमस्कुर्वत्येव काऊण नमोक्कारं सिद्धाणयमभिग्गहंतु सो गिण्हे इति वचनादिति ॥
અર્થ :- નમસ્કાર થાઓ શ્રુત તે દ્વાદશાંગીરૂપ અર્હત્ પ્રવચનને. અહીં કોઈ કહે કે ઇષ્ટદેવતાનો નમસ્કાર મંગલ અર્થે અને શ્રુત તો ઇષ્ટદેવ નથી. તે માટે કેમ એ શ્રુતદેવ મંગલાર્થ થાય ? એનો જવાબ શ્રુત છે તે જ ઇષ્ટદેવ છે. શા માટે કે અરિહંતોને પણ એ નમસ્કાર યોગ્યપણા માટે સિદ્ધના નમસ્કારની પેઠે શ્રુતને તીર્થંકર નમે છે. નમસ્તીર્થાય એ કહેવાથી તીર્થ શબ્દે અહીં શ્રુત ગ્રહણ કરવું. કેમ કે સંસારસમુદ્ર તારવા અસાધારણપણા માટે વળી જો શ્રુતના આધા૨પણે કરીને જ સંઘનું તીર્થ એવું નામ છે તે કારણ માટે એટલે ચતુર્વિધ સંઘમાં શ્રુત રહ્યું છે તેથી સંઘને તીર્થ કહી બોલાવ્યું. તથા સિદ્ધો પ્રતે પણ મંગલને અર્થે અરિહંત છે. તે નમસ્કાર કરે જ છે કાઊણ નમોક્કાર ઇત્યાદિ નિર્યુક્તિકારનું વચન છે જે નમસ્કાર સિદ્ધોને કરીને અભિગ્રહ ભગવાન ગ્રહણ કરે માટે સિદ્ધ ઇષ્ટ છે તેમ શ્રુત પણ ઇષ્ટ છે. તેથી મંગલાર્થક જાણવો.
એ અર્થમાં શ્રુતને જ નમસ્કાર છે. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને તો કહ્યો નથી. જો આધારના ઉપચારે નમસ્કાર સિદ્ધ કરીએ તો પૂર્વોક્ત સર્વ આચાર્યોના વચન વિરોધી થાય. નિર્યુક્તિકાર જે અસંનતી ન વંયિન્ત્રા કહે છે તે પણ વિરોધ પામે. માટે સંઘ શબ્દમાં પણ ગુણાધિક થાપીને નમીએ, પણ ન્યૂનગુણીને નમવાથી તો સર્વ વ્યવહાર અસમંજસ થાય છે. ગુરુ શિષ્યને વાંદે, સાધુ-સાધ્વી તે શ્રાવક-શ્રાવિકાને વાંદે એમ થાય તો