Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૭૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર સૂત્રોમાં નથી. પછી પ્રણિધાન એટલે પ્રતિક્રમણ મંગલપાઠની પેઠે ત્રણ શ્લોકરૂપ પ્રણિધાન કહે એટલે ચૈત્યવંદનવિધિ ચૈત્યમાં કરી પડિક્રમણ કરે એમાં પણ ત્રણ થોય કહી છે. રૂપા.
એ પાઠમાં જિનગૃહમાં દેવવંદન કરી આવશ્યક કરવું કહ્યું. માટે એ હેતુરૂપ કાલકરાલભાસ્કરે તો પ્રતિક્રમણના આદિની ચોથી થોય સાથે તમારી વિસ્તારે ચૈત્યવંદનારૂપ અંભોનિધિના કાદવનું શોષણ કરી નાંખ્યું તો પ્રતિક્રણગર્ભહેતાદિક સ્વાધ્યાયાદિકમાં દેવ-ગુરુ નમન કરી બધી ક્રિયા કરવી તે સફળ થાય. માટે બાર અધિકારે દેવવંદન કરી ચાર ખમાસમણ ગુરુ વાંદી પ્રતિક્રમણ ઠાવે અને સામાન્ય વચનનો અપરંભ લઈ પ્રતિક્રમણના આદિ-અંતમાં વિસ્તારે દેવવંદન સ્થાપન કરવું યુક્ત નથી. કેમ કે પૂર્વોક્ત અનેક જૈન ગ્રંથોમાં જિન ચૈત્યમાં જ વિસ્તારે ચૈત્યવંદના કહી છે. અને વિસ્તારે ચૈત્યવંદનાને અંતે યથોચિત ક્રિયા કરતાં તો લલિતવિસ્તરાવૃત્તિ પ્રમુખ ગ્રંથોમાં સામાન્ય જ ચૈત્યવંદના કરી આચાર્ય-દેવ-ગુરુ વાંદવા કહ્યા છે. તે પાઠ :
एवंविधिशुभफलप्रणिधानपर्यन्ते चैत्यवंदनं तदन्वाचार्यादीनभिवंद्य यथोचितं करोति कुर्वन्ति वा ।
ભાવાર્થ:- એમ પૂર્વોક્ત વિધિ શુભફળ પ્રણિધાનના અંતમાં ચૈત્યવંદના કરી પછી આચાર્યાદિકને સમસ્ત પ્રકારે વાંદી યથોચિત ક્રિયા એક કરે અથવા ઘણા કરે. એટલે દેવગૃહમાં પ્રણિધાન પર્યત વિસ્તારે ચૈત્યવંદન કરી યથોચિત ક્રિયા કરવાનો અવસરે સામાન્ય પ્રકારે ચૈત્યવંદન કરી ગુર્નાદિકને વાંદી યથોચિત ક્રિયા કરે. અને જૈન ગ્રંથોના અભિપ્રાયથી શ્રીમદુપાધ્યાય યશોવિજયજી પ્રમુખ પૂર્વપુરુષોએ પ્રતિક્રમણહતુગર્ભાદિકમાં વિસ્તારે દેવવંદન કહ્યા છે તે જિનગૃહમાં વિસ્તારે દેવવંદન કરી પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાના અવસરે જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદન કરી પ્રતિક્રમણ કરવું તે આશ્રયી કથન સંભવે છે અન્યથા જો પ્રતિક્રમણમાં વિસ્તારે દેવવંદનનું કથન માનીએ તો પ્રતિક્રમણમાં નિયત કાયોત્સર્ગ કહ્યાં તે પ્રમાણથી અધિક થાય.