Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
અહીં ટીકાકારે પ્રશ્નકા૨કને કહ્યું કે તમે શ્રુતભક્તિ કર્મક્ષયકારણપણે શ્રુતરૂપ દેવતા એવો વ્યાખ્યાનાંતર માનશો તો શ્રુતને વિશે ભક્તિવંતોના કર્મ ખપાવો. આવા અર્થની સમ્યક્ ઉત્પત્તિ ન થાય. કેમ કે શ્રુતસ્તુતિ પૂર્વે બહુ કરી છે. માટે અર્હત્પાક્ષિકી શ્રુતદેવતા ગ્રહણ કરવી એટલે અર્હત્પક્ષથી પ્રાપ્ત એવી જિનવાણીરૂપ શ્રુતાધિષ્ઠાતા એટલે શ્રુતવ્યાપક દેવતા અહીં ગ્રહણ કરવી પણ શ્રુતરૂપ દેવતા તથા વ્યંતરાદિ પ્રકારની ગ્રહણ ન કરવી. કેમ કે શ્રુત તે અર્હત્ પ્રવચન તેને વિશે અધિષ્ઠાતૃ એટલે વ્યાપક તેને શ્રુતાધિષ્ઠાત્રી દેવતા કહીએ. તે જિનવાણી તે વિષયી શુભ પ્રણિધાનનો પણ સ્મરણ કરનાર તે કર્મક્ષયહેતુપણે કરીને ઇષ્ટસિદ્ધિ થાય છે. મહાનિશીથસૂત્રમાં તેમજ કહ્યું છે. ઉપરાંત સર્વભાવે કરીને રાગ રિતઅતિ વર્જિત એકચિત્તે આ શ્રુતદેવી વિદ્યા ચૈત્યાલયમાં જપે તો સર્વ દુઃખ હણી પરમ નિવૃત્તિ એટલે મોક્ષકારી હોય. તે શ્રુતદેવી તે જિનેન્દ્રવાણી જ જાણવી. કેમ કે જિનવાણીને શ્રુતદેવી આગમમાં કહી છે. તે પાઠ : अक्खरमत्ताहिणं जं च पढिऊणं आयाणमाणोवि । ते खमउ मज्झ सव्वं जिणवयणं विणिग्गयावाणि ॥
૩૮૯
એ ગાથાની ટીકામાં વાણીને જ શ્રુતદેવી કહી છે. અહીં કોઈ કહેશે કે ટીકાકારનો તો અંતરાદિ પ્રકારની શ્રુતદેવી થાપવાનો અભિપ્રાય સંભવે છે, પણ વાણીનો સંભવતો નથી. તેને કહીએ કે - તત્ત્વદૃષ્ટિએ વિચારવું કે પ્રશ્નકારનું શ્રુતરૂપ દેવતાનું સ્થાપન અને વ્યંતરાદિ પ્રકારના શ્રુતદેવતાનો ઉત્થાપન એ અભિપ્રાય જાળવીને વાક્યાર્થઉપપત્તિએ કરી શ્રુતરૂપ દેવતાનું ખંડન અને વ્યાખ્યાનાંતરે કરીને અર્હત્પાક્ષિકી શ્રુતાધિષ્ઠાતૃ દેવતા જિનેન્દ્રવાણીરૂપ શ્રુતદેવીનું ટીકાકારે સ્થાપન કર્યું. પણ વ્યંતરાદિ પ્રકારનું સ્થાપન એકાંતે ન કર્યું. કેમ કે વ્યંતરાદિ પ્રકારના શ્રુતદેવતા બીજાઓના કર્મ ખપાવવામાં સમર્થ ન હોય. પણ શ્રુતરૂપ દેવતા કર્મ ખપાવવામાં સમર્થ હોય. એ પ્રશ્નકારકનો અભિપ્રાય જાણીને ટીકાકારે જિનેન્દ્રવાણીરૂપ શ્રુતદેવીનું સ્થાપન કરી પ્રશ્નકારકના બંને અભિપ્રાય ખંડન કર્યા સંભવે છે. પણ અંતરાદિ પ્રકારનું સ્થાપન નથી સંભવતું. કેમ કે આવશ્યકમાં