Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
393
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
वद्धमाणथुइकिच्चा सक्कत्थयं च चउरो वा । वंदण जइयं चेइयं अणहा पडिलेहणा ॥१०४॥ मुहपत्तिरयहरणं चोलपट्टं च तिण्णि य । वत्थाईणं च दंडं वा जाव सूरोवि उग्गई ॥१०५॥
એ પાઠમાં રાઇ પડિક્કમણાના અંતમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કરી, સૂર્ય ઉગે ત્યાં સુધી દશ પડિલેહણ કરવી કહી, પણ ચોથી થાય સહિત વિસ્તારે ચૈત્યવંદના ન કહી.
તથા શ્રી ચતુર્વિશતિદંડકસ્તવના (દંડકપ્રકરણના) કર્તા શ્રી ગજસાગરજી ઉપાધ્યાયજીના ગુરુ મહોપાધ્યાય શ્રી ધવલચન્દ્રજી ગણિકૃત પ્રતિક્રમણગર્ભતુમાં તો ચૈત્યમાં જ વિસ્તારે ચૈત્યવંદન કરી પ્રતિક્રમણ કરવું કહ્યું છે. તે પાઠ :
तत्र देववन्दन चैत्ये कृत्वावश्यकं करोति देववन्दनस्याप्यावश्यकत्वात्तस्यायं विधिः योगमुद्रया शक्रस्तवं पठित्वा अरिहंत चेइयाणं ततो जिनमुद्रया कायोत्सर्गं मूलनायकस्य वर्धमानस्तुतिं नमस्कारेण पारयित्वा पठति जिनमुद्रया इत्यनेन स्थापनार्हद्वंदनं विधाय पश्चान्नामस्तवं पठित्वा सव्वलोए यावदप्पाणं वोसिरामि स्तुति सर्वचैत्यानां इत्यनेन नामनिक्षेपो वंदितः । ततो ज्ञानस्तवं तस्यापि कायोत्सर्गस्तुतिरपि तस्य ततः शक्र-स्तवादि केचिदनंतरं सिद्धस्तवं पठंति तन्न सिद्धांते ततः प्रणिधान-मित्यादि ।
ત્યાં દેવવંદન જિનાલયે કરીને આવશ્યકર કરે. દેવવંદનનું પણ અવશ્યપણું છે માટે તેની એ વિધિ - જોગમુદ્રાએ શકસ્તવ ભણીને અરિહંત ચેઇયાણ પછી જિનમુદ્રાએ કાઉસ્સગ્ન કરી મૂળનાયકની વર્ધમાન થાય કહે એટલે જિનમુદ્રાએ સ્થાપના અરિહંત વાંદીને લોગસ્સ કહી સવ્વલોએ કહી યાવત્ અધ્ધાણં વોસિરામિ. અહીં બધા ચૈત્યોની સ્તુતિ કહે એટલે નામનિક્ષેપો વાંધો. પછી જ્ઞાનસ્તવ કાઉસ્સગ્ન જ્ઞાનની થોય કહેવી પછી શકસ્તવાદિ કહીએ. કોઈ લોકો તો સિદ્ધસ્તવ કહે છે તે મહાનિશીથાદિક