Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૮૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર નમો સુચવેવથી” અર્થ : નમસ્કાર હો સૂ. શ્રત જે દ્વાદશાંગીરૂપ અરિહંતના પ્રવચન તેને તે શ્રુતના ઇષ્ટ દેવતાને નમસ્કાર કીધાં મંગલિકનો અર્થ હોય, તે ઇહાં શ્રુતનો ઇષ્ટ દેવતા અરિહંતને નમસ્કાર હોવો અને અરિહંત સિદ્ધને નમસ્કાર કરે છે તે ભણી તે શ્રુત અરિહંત તીર્થકરોને નમસ્કાર હો, અથવા ગણધરદેવ સૂત્રના ગુંથણહાર તેહને નમસ્કાર હો.
ઇત્યાદિ બીજા પણ સૂત્રોમાં જિનવાણીરૂપ શ્રુતદેવતાને શ્રી ગણધરાદિકે નમસ્કાર કર્યા છે, પણ દેવતારૂપે નમસ્કાર કર્યો નથી. તથા શ્રી આવશ્યકચૂર્ણિમાં મૃતદેવતા એટલે જિનવાણીની આશાતના વર્જી છે. તે પાઠ :
सुयदेवयाए आसायणाएत्ति ॥ सुयदेवया जीए सुयमहिट्ठियं तीए आसायण नत्थि सा अकिंचित्करी वा एवमादि ।
અર્થ :- શ્રુતદેવી જેનાથી શ્રુત અધિષ્ઠિત છે તેની આશાતના એમ જે - શ્રુતદેવી નથી, છે તો શું કરનારી ? એમ કહે તો આશાતના.
तथा च श्रीआवश्यकबृहवृत्तौ - तत्पाठः -
श्रुतदेवताया आशातनाक्रिया प्राग्वत् । आशातना तु श्रुतदेवता सा न विद्यते, अकिंचित्करी वा न ह्यनधिष्ठितो मौनीन्द्रः खल्वागमः अतोऽसावस्ति न चाकिंचित्करी तामालंब्य प्रशस्तमनसः कर्मक्षयવર્ણનાત્ |
અર્થ :- શ્રુતદેવીની આશાતના કરવાથી અતિચારક્રિયા પૂર્વની જેમ જાણવી. શ્રુતદેવીની આશાતના કેમ લાગે છે તે કહે છે - મૃતદેવતા ભગવંતની જે વાણી તે નથી, છે તો શું કરે છે? તેણી શી સમર્થ છે? એમ કહે તેને એમ કહીએ કે તીર્થંકરનાં આગમ છે તે નિશ્ચ અધિષ્ઠાયક વિના નથી. એટલે એ શ્રુતદેવી જિનેન્દ્રની વાણી મહાસમર્થ છે. એ કાંઈ નથી કરતી એમ પણ ન જાણવું. કેમ કે જે ભવ્ય પ્રાણી એને શુભમનથી આલંબન કરીને ધારે છે તેના કર્મક્ષય થાય.
એ પાઠમાં શ્રુતદેવીના આલંબનથી કર્મનો ક્ષય દર્શાવ્યો. તેથી ઉત્સર્ગ