Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૮૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુમાર જિનમતના જ્ઞાનરૂપ નેત્રોથી રહિત છે એમ જાણવું, તથા જિનવાણીરૂપ મૃતદેવીની જૈન ગ્રંથોમાં ઘણી પ્રતિપત્તિ દેખાય છે. તથાદિ ઉત્તરધ્યયનવૃદવૃત્તી - તત્પતિ: -
यत्प्रभावादवाप्यंते पदार्थाः कल्पना विना सा देवी संचिदेनः स्तादस्तु कल्पलतोपमां ॥१॥
અર્થ :- જેના પ્રભાવથી પદાર્થો કલ્પના રહિત પામીએ એટલે બહુ વિચાર વિના જ રુડા અર્થ પામીએ તે દેવી અમોને સંચિત ભણીએ એટલે જ્ઞાનની દેનારી થાઓ, તે કેવી છે કે કલ્પલતાની ઉપમાને અસ્ત કરી છે જેણે એટલે કલ્પલતાનો તેની આગળ શું માલ છે ? એવી એ પાઠમાં પણ દેવી શબ્દ જિનવાણી જ સંભવે. તથા આવશ્યકબૃહવૃત્તિનો પાઠ :
प्रणिपत्य जिनवरेन्द्रवीरं श्रुतदेवतां गुरून् साधून् इत्यादि ।
અર્થ :- તથા જિનવરેન્દ્ર શ્રી મહાવીરને તથા મૃતદેવતાને તથા સાધુ એવા ગુરુઓને નમસ્કાર કરીને આવશ્યકસૂત્રની વૃત્તિ રચું છું.
તેમજ શ્રી અનુયોગદ્વારવૃત્તિમાં પણ મૃતદેવીને નમસ્કાર કર્યો છે. તે પાઠ :
यस्याः प्रसादमतुलं संप्राप्य भवंति भव्यजननिवहाः अनुयोगवेदिनस्तां प्रयतः श्रुतदेवतां वंदे ॥१॥
અર્થ :- જેનો અતુલ પ્રસાદ પામીને ભવ્યજનના સમૂહ તે અનુયોગ એટલે સૂત્રાર્થના જાણનાર હોય તે શ્રુતદેવતાને યત્નથી વાંદું છું. तथा श्री विशेषावश्यकवृत्तौ - तत्पाठः यस्याः प्रसादपरिवद्धितशुद्धबोधाः पारं व्रजति सुधियः श्रुततोयराशेः । सानुग्रहा मयि समीहितसिद्धयेऽस्तु सर्वज्ञशासनरता श्रुतदेवताऽसौ ॥१॥ અર્થ :- જેના પ્રસાદથી વધ્યો છે. શુદ્ધબોધ જેમને એવા સુબુદ્ધિજન