Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૭૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર દેવવંદના કરવી સિદ્ધ થઈ. એનો જવાબ એ છે કે પૂર્વાચાર્યોના કરેલા ગર્ભહેતુઓમાં તો વિસ્તારથી દેવવંદના લખી નથી અને આધુનિક ગર્ભહેતુ ગચ્છ-ગચ્છના જુદાં-જુદાં છે, તેમાં કેટલાકમાં તો સામાન્ય પ્રકારે ચૈત્યવંદના લખી છે ને કેટલાકમાં જિનગૃહમાં વિસ્તારથી દેવવંદના કરી પ્રતિક્રમણ કરવું. તે માટે પ્રસંગ પ્રાપ્ત વિસ્તારે ચૈત્યવંદનાવિધિ એ લખી સંભવે છે. જેમ “ગન્ન વસ્ત્રાનિતમેવ ચં નાતિતપ” એટલે પાણી ગળીને પીવા યોગ્ય છે, પણ અણગળેલું ન પીવું એ વાક્યમાં વિશેષણ વિધિ નિષેધ્યો. વિશેષણમુસંક્રામ એ ન્યાયના બળે કરીને જલ ગળવાનો જ ઉપદેશ ત્રસજીવ રક્ષાર્થે કર્યો. પણ જળપાન તથા જળના જીવોની વિરાધનાનો ઉપદેશ નથી, તેમ જિનગૃહમાં વિસ્તાર વિધિ કરીને તથા પ્રતિક્રમણ અવસરે સામાન્ય વિધિએ ચૈત્યવંદના વિના પ્રતિક્રમણ નહીં પણ પ્રતિક્રમણમાં ચૈત્યવંદના ન જાણવી, તથા જ્યાં સામાન્ય તથા વિશેષ વિધિ હોય ત્યાં સામાન્ય શાસ્ત્રથી વિશેષ શાસ્ત્ર બળવાન હોય એ ન્યાયથી વિશેષ વિધિમાં જેનું વિશેષપણું કહ્યું હોય તે ગ્રહણ કરવું. તેમ જ આગમમાં કહ્યું છે. તે પાઠ :
कामीसघरंगणउ थुलपइणासि होइ दट्ठव्वा ।
छेयणभेयणकरणउदिट्ठकडं पि से भुंजेति ॥१॥ (निशीथभाष्ये उ. ૨૧)
एतच्चूयेकदेशो यथा जं चउद्दिट्टकडं तं कडसामाइओवि भुंजइ एवं सो सव्वविरइओ ण हवइ एतेन कारणेन तस्स ण कप्पइ दाउत्ति ॥ अस्य भावार्थोऽन्यत्रैवमुक्तं सामायिकं चेह भोजनभणनेन पौषधिकस्यैवावसातव्यं यत्तु तथाभूतस्यापि सामायिकस्य भावस्तवत्वेन व्यपदेशः तत् व्यवहारतः संयतानुक्तातिमात्रेणावसातव्यः निरवद्यत्वात् तदपि श्रमणकल्पस्यैव श्रमणोपासकस्य सत्त्वात् यदागमः सामाइयंमि उकए समणो इव सावओ हवइ जम्हत्ति ॥ श्री आव. नि. ॥ अत एव कृतसामायिकः श्रमणोपासकोऽपि श्रमणवत् कुसुमादिभिर्जिनेन्द्रपूजां