Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૬ ૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર વીર ભુરૂં સે ચૈત્યવન્દ્રના ની ઋદી હૈ ' આ લખવું નિષ્કવલ ઉસૂત્ર છે કેમ કે વિધિપ્રપાના પાઠમાં તો ચાર થોઈના અક્ષર જ નથી, તો પ્રતિક્રમણની આદિમાં ચાર થોય કરવાનું લખવું આત્મારામજીનું આકાશફૂલ જેવું અસિદ્ધ થયું.
તથા શ્રી માનવિજયજી ઉપાધ્યાયજી કૃત ધર્મસંગ્રહ ગ્રંથમાં પણ પ્રતિક્રમણવિધિના પાઠમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
પૂર્વાચાર્યપ્રતા: થા: - पंचविहायारविसुद्धिहेउमिह साहु सावगो वावि । पडिक्कमणं सह गुरुणा गुरुविरहं कुणइ इक्कोवि ॥१॥ वंदित्तु चेइयाई दाउं चउराइ खमासमणे भूनिहिअं । सिरो सयलाइआरे मिच्छदुक्कडं देइ ॥२॥
એ પાઠમાં દેવસિ પ્રતિક્રમણની આદિમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે, પણ ચાર થોયની કહી નથી. - તથા બૃહખરતરગચ્છની સામાચારીમાં પણ જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. તે પાઠ :
पुव्वोलिंगिया पडिक्कमणसमायारीपुण एसा सावओ गुरुहि समं इक्को वा जावंति चेइयाई ति गाहा । दुगथुत्ति पणिहाणवज्जं चेइयाई वंदित्तु चउराइ खमासमणेहिं आयरियाई वंदिय भूनिहिय सिरो सव्वस्स देवसिय इच्चाइ दंडगेण सयलाइयारमिच्छोक्कडं ॥
એ પાઠની ભાષા જેમ વિધિપ્રપાના પાઠની અમે એ જ પરિચ્છેદમાં ન્યાયપૂર્વક ઉપર કરી આવ્યા છીએ તેમ જાણવી. એ પાઠમાં પણ પ્રતિક્રમણની આદિમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. પણ ચાર થોયની ચૈત્યવંદના કરવી કહી નથી.
તથા અણહિલપુરપાટણના ફોફલિયાવાડાના ભંડારમાં રુદ્રપલ્લિયગચ્છી શ્રી અભયદેવસૂરિજીકૃત સામાચારીમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના લખી છે. તે પાઠ :