Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩પ૯ એ પાઠમાં પ્રતિક્રમણના પ્રારંભમાં જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે, પણ ચાર થોય કહી નથી. जिणमुणिवंदणअइयारुस्सग्गो पुत्तिवंदणालोए । सुत्ते वंदणखामण वंदणचरणाइ उस्सग्गो ॥४॥ उज्जोअ दु इक्किक्का सुअखिउस्सग्ग पुत्ति वंदणए । थुईतिअनमुत्थतं पच्छितुस्सग्गुसज्झाओ ॥५॥
ભાવાર્થ - જિનવંદન એટલે જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના મુનિવંદન એટલે ભગવાન પાસે ચાર ખમાસમણા અને પ્રતિક્રમણ ડાયા પછી અતિચાર ચિંતન કાયોત્સર્ગ કરી લોગસ્સ કહી મુહપત્તિ પડિલેહી વાંદણા દઈ પછી દેવસિઅ આલોયણ પ્રમુખ આલોયણા કરી પ્રતિક્રમણસૂત્ર કહે, પછી વાંદરા દઈ ખમાવી વળી વાંદણા ખામણ કરી ચારિત્રાદિ કાયોત્સર્ગ કરે પ્રથમ ૨ ને પછી એક-એક લોગસ્સના પછી શ્રુત-ક્ષેત્ર દેવીના કાયોત્સર્ગ કરી મુહપત્તિ પડિલેહી ત્રણ થઈ કહી નમુસ્કુર્ણ આદિ દેવસિ પ્રાયશ્ચિત્તનો કાયોત્સર્ગ કરી સજઝાય કરે.
એ પાઠમાં આદિમાં જઘન્ય ચૈત્યવંદના કહી ને અંતમાં શ્રુત-ક્ષેત્ર દેવતાની થોય કહી નથી અને કાયોત્સર્ગ કહ્યાં તેના પરમાર્થ ૧૫મા પરિચ્છેદથી જાણવો.
पुनरपि अणहिलपुरपट्टननगरे फोफलवाडाभांडागारे कालिकाचार्यसंतानीयभावदेवसूरिविरचितयतिदिनचर्यायां - अथ दैवसिकप्रतिक्रमणस्य स्वरूपं निरूपयति - चेइयवंदणभयवं सूरिउवज्झायमुणिखमणा । सव्वस्सवि सामाइय देवसियअईयारउस्सग्गो ॥३४॥ તથા શ્રી અણહિલપુરપાટણનગરે ફોહલવાડે ભંડાગારે વર્તમાનકાલ પૂર્વવર્તી પ્રાચીનાચાર્યકૃત સામાચારીઓનાં પુસ્તક છે, તેમાં પણ પ્રતિક્રમણના આદિ-અંતમાં સામાન્ય પ્રકારે ચૈત્યવન્દના કહી છે. તે પાઠ :