Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
प्रतिबोधकालिकं च सप्तधा चैत्यवन्दनं भवति यतेर्जातिनिर्देशादेकवचनं यतीनामित्यर्थः । गृहिणः कथं सप्तपंचतिस्त्रो वारांश्चैत्यवन्दनमित्याह पडिक्कमओ इत्यादि । द्विसंध्यं प्रतिक्रामतो गृहस्थस्यापि यतेरिव सप्तवेलं चैत्यवन्दनं भवति यः पुनः प्रतिक्रमणं न विधत्ते तस्य पंचवेलं जघन्येन तिसृष्वपि संध्यासु ॥
ગાથાઓનો ભાવાર્થ :- સાધુઓને એક અહોરાત્રમાં સાત વાર ચૈત્યવંદના કરવી અને શ્રાવકોને ત્રણ વાર, પાંચ વાર અને સાત વાર કરવી. તેમાં પહેલા સાધુઓને એક અહોરાત્રમાં સાત વાર ચૈત્યવંદના કરવી તે કહે છે : એક પ્રભાતના પ્રતિક્રમણના અંતમાં ||૧|| બીજી ગોચરી સમયે ચૈત્ય ઉપયોગને અર્થે ॥૨॥ ત્રીજી ભોજન સમયે IIII ચોથી ભોજન કર્યા પછી ॥૪॥ પાંચમી સંધ્યાપ્રતિક્રમણના પ્રારંભમાં ।। છઠ્ઠી રાત્રે સૂવાના સમયે ।।૬।। સાતમી રાતે સૂઈને ઊઠ્યા પછી. III એ સાધુઓને જધન્યથી સાત વેળા ચૈત્યવંદના કરવી અન્યથા અતિચાર સંભવથી શ્રી મહાનિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને શ્રાવક તો જે ઉભયકાળ પ્રતિક્રમણ કરે તેને તો સાધુની જેમ સાત વાર ચૈત્યવંદના કરી અને જે પડિક્કમણું ન કરે તે પાંચવાર ચૈત્યવંદના કરે અને જધન્યથી જઘન્ય ત્રણ વાર તો કરે.
૩૫૨
એ બંને પાઠમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં સામાન્ય પ્રકારે એટલે જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે. તેમજ શ્રી ધર્મરત્નપ્રકરણવૃત્તિ ૧, શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ ૨, વૃંદારવૃત્તિ ૩, ધર્મસંગ્રહ ૪, પૂર્વાચાર્યકૃત સામાચારી ૫, શ્રી પ્રદ્યુમ્નસૂરિજીકૃત સામાચારી ૬, શ્રી દેવસૂરિજીકૃત દિનચર્યા ૭, ખરતરબૃહત્સામાચારી ૮, શ્રી સોમસુંદરસૂરિષ્કૃત સામાચારી ૯, તથા શ્રી ભાવદેવસૂરિષ્કૃત યતિદિનચર્યા ૧૦, લઘુચૈત્યવન્દનભાષ્યવૃત્તિ ૧૧ ઇત્યાદિ તથા શ્રી દેવભદ્રાચાર્યમૃત દર્શનશુદ્ધિવૃત્તિ પ્રમુખ અનેક જૈનશાસ્ત્રોમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં સામાન્ય પ્રકારે જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે, પણ ચોથી થઈ સહિત ત્રણ થોયની ચૈત્યવંદના સ્તોત્ર-પ્રણિધાન સાથે કહી નથી. પણ આત્મારામજી આનંદવિજયજી ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ૩૩માથી ૩૪ સુધી સાત ચૈત્યવંદના આશ્રયી શ્રી પ્રવચનસારોદ્ધારવૃત્તિનો