Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
૩૫૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તો સંધ્યાની તો અર્થાત્ સિદ્ધ થઈ જ, કેમ કે શ્રી મહાનિશીથસૂત્રમાં ત્રિકાલ જિનચૈત્ય વાંદવા કહ્યાં છે. તે પાઠ :
भो भो देवाणुप्पिया तए अज्जप्पभइए जावज्जीवं तिकालियं अणुदिणं अणुत्तावमेगग्गस्स चित्तेणं चेइए वंदेयव्वे इणमेवेसो मणुयत्ताओ असुइय सासय खणभंगुरा उ सारं ति तत्थ पुव्वण्हे ताव उदगपाणं न कायव्वं जाव चेइए साहूणवंदिए तहा मज्झण्हे तहा अवरण्हे चेव तहा न कायव्वं जहा अवंदिएहिं चेवंदिएहिं णो सज्जायालमइक्कमेज्जा ।
ભાવાર્થ :- હે દેવાનુપ્રિય! આ શરીર અશાશ્વતું છે. એમાં સાર એટલો જે ત્રણ કાળ ચૈત્યવંદન કરવાનો નિયમ કરવો. સવારે ચૈત્ય વાંઘા તેના વગર પાણી પણ ન પીવું, મધ્યાહ્ન ચૈત્ય વાંદ્યા વિના ભોજન ન કરવું, સાંજે ચૈત્ય વાંદ્યા વિના શયામાં ન બેસવું.
તથા શ્રી મહાનિશીથસૂત્રમાં ત્રણકાળ દૈત્ય ન વાંદે તો પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તે પાઠ :
सुहज्जवसाए थयथुईहिं ण तिकालियं चेइए वंदेज्जा तस्सणं एगाए वाराए खवणं पायच्छित्तं उवइसेज्जा ।
અર્થ - શુભ અધ્યવસાયે થય-થઈ વડે કરી ત્રણ કાળ ચૈત્ય ન વાંદે તેને એકવાર ન વાંદવાનો ઉપવાસ દેવો.
તથા વ્યવહારભાષ્યવૃત્તિમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં ચૈત્ય વાંદવા સ્પષ્ટ કહ્યું છે. તે પાઠ :
तथा ये चैत्यभुवनस्थिता वैकालिकं प्रतिक्रम्य अकृते आवश्यके प्रभाते च कृते आवश्यके चैत्यानि न वंदंते तेषामपि मासलघु ।
અર્થ - જે ચૈત્યમાં રહ્યા સાધુ એટલે ચૈત્ય નજીક રહેલા સાધુ ત્રિકાલિક પડિક્કમીને એટલે માંડલા પ્રમુખ કરીને આવશ્યક કર્યા પહેલાં ચૈત્ય ન વાંદે તથા પ્રભાતે આવશ્યક કર્યા પછી ચૈત્ય ન વાંદે તો લઘુમાસી પ્રાયશ્ચિત્ત આવે.